Abhayam News
Abhayam

દુનિયાભરમાં ભારતીય હથિયારોની ધૂમ

The sound of Indian weapons around the world

દુનિયાભરમાં ભારતીય હથિયારોની ધૂમ ભારતે આ વર્ષે ભારતના ડિફેન્સ સેક્ટરે રેકોર્ડ બ્રેક કર્યો છે. આ વર્ષે ગયા વર્ષની તુલનામાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુ સંરક્ષણ નિકાસ થઈ છે. જેમાં મોટા હથિયારથી લઈને નાના ઉપકરણો સામેલ છે. આ સિવાય રક્ષા ઉત્પાદનનો રેકોર્ડ પણ તુટ્યો છે. આ વર્ષે એકલાખ કરોડ રૂપિયાનું રક્ષા ઉત્પાદન થયું છે. જેને બંને આંકડાનો રેકોર્ડ તોડ્યો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 3000 કરોડ રૂપિયાથી વધુની સંરક્ષણ નિકાસ થઈ છે. તેમજ દેશમાં 1 લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાંથી LCA-તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર્સ અને અન્ય વસ્તુઓની ડિમાન્ડ રહી છે. 

ભારતીય સેનાને આધુનિક બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મિશન હેઠળ ભારતમાં મોટાભાગની વસ્તુઓ, શસ્ત્રો અને સાધનોના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે… જેના કારણે ભારતની સરહદોની સુરક્ષામાં વધારો થયો છે.સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરવામાં આવી છે. જે પાછલા વર્ષની તુલનામાં 3 હજાર કરોડ વધુ છે.. જ્યારે વર્ષ 2016-17ની સરખામણીમાં 10 ગણું વધારે છે.

દુનિયાભરમાં ભારતીય હથિયારોની ધૂમ

ભારત અત્યારે આ સમયે 85થી વધારે દેશોમાં રક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો છે. ભારતે દેખાડી દીધુ છે કે ડિઝાઇન, ટેક્નોલોજી અને વિકાસની રીતે કેટલી ઉત્તમ છે. અત્યારે દેશની 100થી વધુ કંપનીઓ અન્ય દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. જેમાં હથિયારોથી લઈને એરક્રાફ્ટ, મિસાઈલથી લઈને રોકેટ લોન્ચરનો સમાવેશ થાય છે.

The sound of Indian weapons around the world

જે વસ્તુઓની નિકાસ થઈ રહી છે તેમાં ડોર્નિયર 228 એયરક્રાફ્ટ, 155 MM ATAGS, બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ, રાડાર, સિમુલેટર્સ, બારૂદી સુરંગોથી બચાવનાર ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ, પિનાકા રોકેટ અને લોન્ચર્સ, હથિયાર, થર્મલ ઈમેજર, બોડી ઓર્મર અને આ સિવાય એવિયોનિક્સ અને ઘણા નાના-મોટા હથિયારો અને ઉપકરણો સામેલ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સની પાંચમી પોઝિટિવ ઈંડીનાઈજેશન લિસ્ટમાં 98 એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે એક્સપોર્ટ થઈ રહી છે… જેમાં HCS, સેંસર, વેપન એન્ડ એમ્યૂનિશન પણ સામેલ છે.. જે તમામ ઉપકરણો પુરી રીતે દેશમાં બની રહી છે. પહેલા PILની યાદીમાં 411 મિલિટ્રી ઉત્પાદનો હતો.. પણ તે હવે વધીને 4666 થઈ ગયા છે. ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી ખોલવામાં આવી હતી. જ્યાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં તેજસ ટ્વીન સીટર ફાઈટર જેટ ઉડાડ્યું હતું. દેશના વડાપ્રધાને ફાઈટર જેટમાં ઉડાન ભરી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.

The sound of Indian weapons around the world

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરતમાં ભગવાનની જૂની તસવીરો સ્વીકારશે મનપા

Vivek Radadiya

છત્તીસગઢમાં 23 દિવસમાં ત્રીજો નક્સલી હુમલો: 24 જવાનો ગુમાવ્યા બાદ આજે ફરી વખત આટલા જવાન શહીદ….

Abhayam

IPS રમેશ સવાણી :: પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

Abhayam