Abhayam News
AbhayamNews

સ્કૂલે ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું જાણો શુ છે ખબર…

  • પાલડીમાં આવેલી શારદા મંદિર સ્કૂલે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ સત્રની ફી માટે વાલીઓને મેસેજ કર્યા.
  • 20 મે પહેલા 7500 રૂપિયાની ફી ફરી બાળકોનું એડમિશન કન્ફર્મ કરવા કહેવાયું.
  • ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું.

પાલડીમાં આવેલ શારદા મંદિર સ્કૂલ દ્વારા ફી મામલે વાલીઓને મેસેજ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સરકારના નિયમ મુજબ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી હવે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રની ફી 7500 ચેક દ્વારા ભરવાની રહેશે. 20 મે પહેલાં ફી ભરીને વાલીઓએ પોતાનાં બાળકોનું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.

કોરોનાની અસર શિક્ષણ પર પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 9 અને 11માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવા નિર્ણય લેવાયો હતો. વર્ષ દરમિયાન પણ ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું.સ્કૂલોમાં 1 થી 9 અને 11 માં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે કેટલીક સ્કૂલોએ અત્યારથી વર્ષ 2021-22ના વર્ષની ફી ઉઘરાવવાની શરૂ કરી છે. જેમાં પાલડીની શારદા મંદિર સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી પ્રથમ સત્રની 7500 ફી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

શહેરમાં આવેલ રોઝરી સ્કૂલમાં પાછલા વર્ષનું પરિણામ લેવા વાલીઓને બોલાવવામાં આવી રહ્યા છે.વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે જેમાં વાલીઓને પરિણામ લેવા બોલાવવા સાથે આવતા વર્ષ માટેની ફી ભરવા માટેનો મેસેજ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ગુજરાતમા આવ્યા રાહત ના સમાચાર જાણો શુ છે ખબર..

મેસેજ મા સંપ્ષ્ટ જણાવવામાં આવ્યું છે વાલી પરિણામ લેવા આવે ત્યારે વિદ્યાર્થિની આવતા વર્ષ માટેની 35,000 ફી પણ સાથે લાવવી. આ તમામ વચ્ચે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચે પણ ચર્ચા થઈ છે જેમાંથી કેટલાક વાલીઓએ ફી ભરી જ્યારે કેટલાક વાલીઓ નથી ભરી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ abhayam news સાથે

https://chat.whatsapp.com/CuY92QGvJvRHfiocx2ZOKT

Related posts

સુરતમાં બુટલેગરના લગ્નમાં ‘ખાખી મહેમાન’..

Abhayam

‘વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે’

Vivek Radadiya

જવાહરલાલ નહેરૂએ બંધ કરાવેલા કેલેન્ડર ફરી શરૂ થશે

Vivek Radadiya