Abhayam News
AbhayamBusinessGujaratNewsTechnology

તમારા ઘરની છત નિયમિત આવકનો સ્રોત બની શકે છે

તમારા ઘરની છત નિયમિત આવકનો સ્રોત બની શકે છે તમે તમારા ઘરની ખાલી છત પર એવા ઘણા વ્યવસાયો કરી શકો છો, જે તમને દર મહિને મોટી કમાણી કરાવશે.

તમારા ઘરની છત નિયમિત આવકનો સ્રોત બની શકે છે

જો તમે ઘેરબેઠા એવો બિઝનેસ કરવા માગો છો કે, જે તમને દર મહિને નિશ્ચિત આવક રળી આપે. જો હા તો તમે તમારી છતનો ઉપયોગ કરી શકો છે. ઘરની ખાલી છત પર એવા ઘણા વ્યવસાયો છે કે, જેનાથી તમને દર મહિને મોટી કમાણી થશે.

ધંધો શરૂ કરવા માટે, તમારે થોડી રકમનું રોકાણ કરવું પડશે. મહત્વની બાબત એ છે કે, આ વ્યવસાયોમાં ખોટ થવાની શક્યતા ઘણી ઓછી છે.

1.મોબાઈલ ટાવર લગાવીને કમાણી કરો

જો તમારા ઘરની છત સંપૂર્ણપણે ખાલી છે અને તમે ભવિષ્યમાં તેના પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા માંગતા નથી, તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડે આપી શકો છો. મોબાઈલ ટાવર લગાવ્યા પછી કંપનીઓ તમને દર મહિને સારૂ એવુ ભાડું આપે છે.પરંતુ આ માટે તમારે તમારી નજીકમાં રહેતા લોકો પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની સાથે સાથે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લેવી પડશે.


2. સોલાર પ્લાન્ટમાંથી આવક

ભારત સરકાર સોલાર પ્લાન્ટને પ્રોત્સાહન આપી રહી છે. જો તમે ઈચ્છો તો તમારા ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો.

વીજ કંપનીઓ સાથે વીજ ખરીદીના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, તમારા ઘરે એક મીટર સ્થાપિત કરવામાં આવશે. આ મીટર તમને જણાવશે કે તમે કેટલી વીજળી વેચી છે. સોલાર પ્લાન્ટ માટે તમારે પ્રતિ કિલોવોટ માત્ર 70 થી 80 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

રાજ્ય સરકારો પણ સમયાંતરે આ માટે સબસિડી આપે છે. પ્લાન્ટ લગાવીને વીજ વેચવા પર તમને પ્રતિ યુનિટના દરે પૈસા મળશે. ઉદ્યોગના ધોરણો મુજબ, પ્લાન્ટ મહત્તમ 25 વર્ષ સુધી કામ કરી શકે છે એટલે કે તમે 25 વર્ષ માટે રિટર્ન લઈ શકો છો.

3. ગ્રીન હાઉસ બનાવો

તમે તમારા ઘરની છત પર ગ્રીનહાઉસ બનાવીને અને ખેતી કરીને પણ ઘણા પૈસા કમાઈ શકો છો. આ પ્રકારની ખેતીનું ચલણ આજે ઘણું વધી ગયું છે.

છત પર ગ્રીનહાઉસ બનાવવા માટે તમે પોલીબેગમાં શાકભાજીના છોડ વાવી શકો છો. તમારા છોડને ટપક પદ્ધતિથી સિંચાઈ આપો. તમારે તાપમાનને નિયંત્રિત કરવા માટે સાધનો ઇન્સ્ટોલ કરવા પડશે. પોલીબેગમાં કોકોપીટ અને માટી ભરવાની રહેશે અને જો તમે ઈચ્છો તો ઓર્ગેનિક ખાતર પણ વાપરી શકો છો.

તેનાથી તમે ઘરે ઉગાડેલા શાકભાજી જાતે ખાઈ શકશો અને તેને વેચીને પૈસા કમાઈ શકશો.

4. હોર્ડિંગ્સ પણ આવકનું સાધન બની શકે છે

જો તમે એવા સ્થાન પર રહો છો જ્યાં તમારું મકાન મુખ્ય માર્ગની બાજુમાં છે, તો તમે છત પર હોર્ડિંગ્સ લગાવીને પૈસા કમાઈ શકો છો. હોર્ડિંગનું ભાડું મિલકતના સ્થાન પર આધારિત છે. આ માટે તમારે શહેરની આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીનો સંપર્ક કરવો પડશે. પરંતુ આ માટે થોડી તપાસ કરો, કારણ કે એજન્સી પાસે ક્લિયરન્સ છે કે નહીં, નહીં તો તમારી સામે સરકારી કાર્યવાહી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે….

Related posts

રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

Vivek Radadiya

નદીઓને બચાવવા ભારત સાથે આવ્યા 11 દેશ

Vivek Radadiya

અસલ જિંદગીના Baazigar! 

Vivek Radadiya