Abhayam News
AbhayamGujarat

પ્રધાનમંત્રીએ માજીનાં હાથની ચા પણ પીધી

The Prime Minister also drank tea from the former's hand

પ્રધાનમંત્રીએ માજીનાં હાથની ચા પણ પીધી અયોધ્યામાં રામ મંદિર હવે લગભગ તૈયાર થઈ ગયું છે. ભવ્ય રામમંદિરનાં ઉદ્ધાટનથી પહેલાં PM નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર એટલે કે આજે અયોધ્યા પહોંચ્યાં હતાં. અહીં તેમણે રેલી બાદ અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું. રેલી બાદ PM મોદી અચાનક અહીં રહેતા એક દલિત મહિલાનાં માજીનાં ઘરે પહોંચ્યાં. માજી સાથે મુલાકાત કરી અને તેમના ઘરની બનેલી ચા પણ પીધી. મીરા માજી પ્રધાનમંત્રી ઊજ્જવલા યોજનાની 10 કરોડમી લાભાર્થી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મીરાનાં ઘરે થોડીવાર રહ્યાં અને પછી તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને વિદાય લીધી. 

પ્રધાનમંત્રીએ માજીનાં હાથની ચા પણ પીધી

“હું પૂજારી છું”- PM મોદી
રેલી બાદ PM મોદીએ જનસંબોધન કરતાં કહ્યું કે,”  આજે સમગ્ર વિશ્વ ઉત્સુકતાની સાથે 22 જાન્યુઆરીનાં ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું છે. તેવામાં અયોધ્યાવાસીઓમાં આ ઉત્સાહ-ઉમંગ ઘણો સ્વાભાવિક છે. ભારતની માટીનાં કણ-કણ અને ભારતનાં જન-જનનો હું પૂજારી છું. “

અયોધ્યામાં કર્યો 8 કિમી લાંબો રોડ શૉ
આ પહેલાં PM મોદીએ અયોધ્યામાં 8 કિમી લાંબો રોડ શૉ કર્યો. આ બાદ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું. સાથે જ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનોને પણ લીલીઝંડી દેખાડી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે જ્યારે અયોધ્યા પહોંચ્યાં ત્યારે એરપોર્ટથી નિકળ્યાં બાદ તેમણે રોડ શૉ કાઢ્યો. આ દરમિયાન લોકોએ તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું. 

બાબરી કેસનાં પક્ષકારે પણ પુષ્પવર્ષા કરી
આજે રેલી દરમિયાન એક રસપ્રદ બનાવ પણ બન્યો. જ્યારે PM મોદીનું સ્વાગત થઈ રહ્યું હતું ત્યારે સ્વાગત માટે બાબરી કેસનાં પક્ષકાર હાશિમ અંસારીનાં દીકરા ઈકબાલ અંસારીએ PM મોદી પર ગુલાબનાં ફુલ વરસાવ્યાં. ઈકબાલ અંસારીએ કહ્યું કે,” અયોધ્યા બધાને સંદેશો આપે છે કે અહીં હિંદૂ મુસ્લિમ બધા એકસાથે મળીને રહે છે એકબીજાનાં કાર્યક્રમમાં જોડાય પણ છે.” 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ઓમાનના મધદરિયે સલાય બંદરનું જહાજ સળગ્યું

Vivek Radadiya

સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદે ખેડૂતોનો વિરોધ

Vivek Radadiya

ઉધના મગદલ્લા રોડ પર લાકડા પર ડિઝાઇન અને પ્લાયવૂડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી…

Abhayam