વેક્સિન ને લઇ ને લોકો માં ખુબ આક્રોસ દેખાયો પેટ્રોલ 96 રૂપિયે છે, ધક્કાનાં ડોઝ આપવાના બંધ કરો ગુજરાત માં વેક્સિન ને લઇ ને હાહાકાર મચ્યો છે એક બાજુ વેક્સિન અપાતી નથી ને લોકો ને વેક્સિન લેવા કાયદા કડક કરી રહ્યા છે લોકો પ્રાથિમક શાળા ના ધક્કા ખાઈ ને થાકી ગયા છે છત પણ લોકો ને ૪-૫ દિવસ લાઈનો ઉભાવા છતા લોકો ને વેક્સિન મળી નથીં.
સુરત વાસી માં ભારે આક્રોસ જોવા મળ્યો છે .લોકો નું કહેવું છે કે એક બાજુ સરકાર બધી વસ્તુ ઓના ભાવ વધારી રહી છે અને એક બાજુ વેક્સિન ના નિયમો કડક કરી રહી છે કામ ધંધા બંધ કરી ને આવીએ છતા પણ વેક્સિન મળતી નથી તો આ પ્રજા શું કરે ?સરકાર બેઠી બેઠી વેક્સિન ની ફિલ્મો જોવે છે અને નિવેદનો આપી દે છે. વેક્સિનની અછતના કારણે સેન્ટરો પર લોકોનો ધસારો વધી ગયો છે.
સેકન્ડ ડોઝ લેનારાઓની સંખ્યા પણ વધી છે અને રસીના ડોઝ ઓેછા આવી રહ્યાં છે. શહેરના 10 વેક્સિન સેન્ટર પર તપાસ કરી હતી. જેમાં સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેનારને પણ છેલ્લે રસી નહીં પણ ધક્કાના ડોઝ મળ્યાં હતાં. મોટાભાગના રસીકેન્દ્ર પર વેક્સિન ન મળતાં લોકો અને મેડિકલ ઓફિસર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
કેટલાક સેન્ટરો પર તો પોલીસ બોલાવવી પડી હતી.રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ પર છેલ્લા 7 દિવસથી રસી લેવા આવતા યુવક સહિત સંખ્યાબંધ લોકોને ગુરુવારે પણ રસી મળી ન હતી. આખરે અકળાઈને તેમણે કહ્યું કે, ‘પેટ્રોલ 96 રૂપિયા લિટર થઈ ગયું છે, ધક્કા ન ખવડાવો વેક્સિન ક્યારે આપશો તે કહો તો તે તારીખે અને તે સમયે આવીએ’. કતારગામ કોમ્યુનિટી હોલમાં સ્પોટ રજીસ્ટ્રેશન મામલે ભારે વિખવાદ થયો હતો. ગુરુવારે રસીના 17 હજાર ડોઝ અપાયા હતા, શુક્રવારે 16 હજાર ડોઝ અપાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…