ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીંના એક ગામમાં લોકો પોતાનું ઘર છોડીને રાત-દિવસ પીપળાના ઝાડ નીચે પસાર કરે છે અને એમ અહીં કોરોનાના ડરના કારણે થયું છે. આ લોકોએ એમ સાંભળી લીધું હતું કે ઝાડ નીચે ઊભા રહેવાથી ઓક્સિજન લેવલ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના આગ્રાના નૌફરી ગામની છે
વિનોદ શર્માનો દાવો છે કે તેનું ઓક્સિજન લેવલ હવે પહેલાથી ઘણું સારું છે. વિનોદ શર્મા જ નહીં ગામના વધુ ગ્રામજનો પણ પીપળાના ઝાડ નીચે ડેરો જમાવીને બેઠા નજરે પડે છે. સવારના સમયે ગામના લોકો ઝાડ નીચે કસરત અને યોગ કરે છે અને બપોરના સમયે પણ ગામના લોકો પીપળાના ઝાડ નીચે બેસીને સમય વિતાવતા નજરે છે. પીપળાના ઝાડ નીચે બેસીને ઓક્સિજન લઈ રહેલા ઘણા લોકોનું માનવું છે કે બીમારીના કારણે ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું, જ્યારથી લોકોએ પીપળાના ઝાડ બેસવાની શરૂઆત કરી છે ત્યારથી લોકોના સ્વાસ્થ્યમાં તો સુધાર થયો જ, તેમનું ઓક્સિજન લેવલ પણ ખૂબ વધી ગયું છે.
ગામના આ સેકડો વર્ષ જૂના પીપળાના ઝાડને લોકો જીવન રક્ષક માની રહ્યા છે. સવાર, સાંજ મોટી સંખ્યામાં લોકો પીપળાના ઝાડ નીચે બેસી રહે છે. ગામના જ રહેવાસી વિનોદ શર્માએ તો પીપળાના ઝાડ પર ખાટલો ચડાવી લીધો છે.
ગ્રામજનોનું કહેવું છે કે પીપળાના ઝાડ નીચે બેસવાથી તેમને વધારે રાહત મળી છે, તેમની હાલત અને તબિયત સુધરી ગઈ છે. પીપળાના ઝાડ નીચેથી મળી રહેલી મદદને જોતા તેમણે ગામમાં પીપળાના ઝાડના છોડ રોપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે