Abhayam News
AbhayamNationalNews

44 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરશે કમબેક આ એક્ટ્રેસ

કમબેક કરશે બિપાસા મોટા પડદે ફરી કમબેક કરવા આ એક્ટ્રેસ તૈયાર છે. લગ્ન બાદ બોલિવુડ કરિયરને વિરામ આપ્યો હતો. પરંતુ હવે 44 વર્ષની આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માટે તૈયાર છે.

  • 5 વર્ષ બાદ કમબેક કરશે બિપાસા
  • લગ્ન બાદ કરિયરને આપ્યો હતો વિરામ 
  • 44 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં કરશે કમબેક 

બોલિવુડની બિંદાસ એક્ટ્રેસ બિપાશા બાસુ નવેમ્બર 2022એ માતા બની હતી. માતા બન્યા બાદથી તે દિકરી સાથે પોતાનું મધરહુડ એન્જોય કરી રહી છે. પરંતુ હવે નવા રિપોર્ટ્સ અનુસાર 44 વર્ષની બિપાશા બાસુ ફિલ્મોમાં પોતાનું કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે. 

કમબેકની આપી હિંટ 
બિપાશાએ બોલિવુડ કમબેક કરવા પર હિંટ આપી હતી. એક્ટ્રેસે કહ્યું- મારી દિકરી હવે ફાઈનલી મને ઘરેથી બહાર આવવા અને મોટા ઈવેન્ટ્સ અટેન્ડ કરવા માટે પુશ કરી રહી છે. હું પણ ક્યારથી બહાના કરી રહી છું કે મને કામ પર પરત ફરતા પહેલા ટાઈમ જોઈએ છે. પરંતુ એ પણ હકીકત છે કે મને એક્ટિંગ સાથે પ્રેમ છે. 

એક્ટ્રેસે આગળ કહ્યું- હું ટૂંક સમયમાં વાપસી કરીશ. મને લાગે છે કે હવે મારી દિકરી તેના માટે મને પરમિશન આપી દેશે. પરંતુ મને હજુ પણ કામ અને દિકરીની વચ્ચે બેલેન્સ મેન્ટેઈન્ટ કરવું પડશે. હું હજુ પણ આ પ્રોસેશને શીખી રહી છું. બિપાશાની વાત પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે મધરહુડ ડ્યુટી બાદ હવે એક્ટિંગ કરિયર પર ફરીથી ફોકસ કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઓક્સિજનની સુવિધાથી સજ્જ 19 આઈસોલેશન કોચ અમદાવાદ રેલવે મંડળે તૈયાર કર્યા..

Abhayam

IPLની બાકીની મેચો ક્યારે રમાશે જાણો શું છે પૂરી ખબર..

Abhayam

એક નાનકડી ભૂલ તમને બનાવી શકે છે કંગાલ 

Vivek Radadiya