CIDમાં ઈન્સ્પેક્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નિધન ટીવીની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ શૉ CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. તેઓની તબિયત નાજુક હતી અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે (5 ડિસેમ્બર) તેમનું નિધન થયું છે. અભિનેતાના અવસાનથી તેમના તમામ ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.
અગાઉ સમાચાર આવ્યા હતા કે દિનેશ ફડનીસને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, દયા શેટ્ટીએ પાછળથી પુષ્ટિ કરી કે તે કાર્ડિયાક અરેસ્ટ નથી પરંતુ લીવર ફેલિયર છે. દિનેશ ફડનીસના લિવર પર અસર થઈ હતી.
જિંદગીની જંગ હાર્યા દિનેશ ફડનીસ
દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી ICUમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા. પરંતુ આજે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિનેશ ફડનીસના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અને સીઆઈડી શૉમાં કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કરી છે. દયાનંદ શેટ્ટી દિનેશ ફડનીસની ખૂબ નજીક હતા.
અભિનેતાની ખરાબ તબિયતના સમાચાર હેડલાઇન્સમાં હતા. દિનેશની હાલત નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોત થયું હતું. અભિનેતાના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે અને અભિનેતાના અચાનક દુનિયામાંથી વિદાય થવાથી ચાહકો અને સાથી કલાકારો ખૂબ જ દુઃખી છે.
અંતિમ સંસ્કાર ક્યાં થશે?
દિનેશ ફડનીસના અંતિમ સંસ્કારને લઈને પણ જાણકારી સામે આવી છે. દિનેશના અંતિમ સંસ્કાર દોલતનગર સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.હાલમાં જ દિનેશના હોસ્પિટલમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. અભિનેતા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ગઈકાલે રાત્રે તેણે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા ઘણા દિવસોથી એમની તબિયત ખરાબ ચાલી રહી હતી અને એ કારણે તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
CIDથી મોટી ઓળખ મળી
દિનેશ ફડનીસની વાત કરીએ તો તેમને લોકપ્રિય ટીવી શૉ CIDથી મોટી ઓળખ મળી હતી. આ શૉમાં તેઓ ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ CID પછી દિનેશ ફડનીસ અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયા હતા. તેમને લઈને એવા સમાચાર હતા કે તેમણે એક્ટિંગ છોડીને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું.CIDમાં ઈન્સ્પેક્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નિધન.
દિનેશ ફડનીસના ચાહકો તેમને ફરીથી સ્ક્રીન પર અદ્ભુત પ્રદર્શન કરતા જોવા માંગતા હતા. પરંતુ કમનસીબે આ પહેલા જ દિનેશ ફડનીસે દુનિયાને અલવિદા કહી દીધું છે. 57 વર્ષની નાની વયે દિનેશ ફડનીસના અવસાનથી તેમના પરિવારજનો અને નજીકના મિત્રો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
દયા શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, “દિનેશ અન્ય કોઈ રોગની સારવાર લઈ રહ્યો હતો, પરંતુ દવાની તેના લિવર પર વિપરીત અસર થઈ હતી. તેથી, હંમેશા દવાઓ ખૂબ જ સાવધાનીપૂર્વક લેવાની સલાહ આપવામાં આવે છે. તમને ખબર નથી કે ક્યારે તમે કોઈ વસ્તુની સારવાર માટે જે દવા લઈ રહ્યા છો તે અન્ય કોઈ મોટા રોગનું કારણ બની શકે છે. એલોપેથિક દવાઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવી જોઈએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે