Abhayam News
AbhayamNews

તલાટીએ ખેતરમાં વિજમીટર મંજૂર કરવા માંગ્યા 1 લાખ રૂપિયા,ACBના ટ્રેપમાં ઝડપાઇ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં લાંચ અને ભ્રષ્ટાચારની ઘટનાએ વેગ પકડ્યો છે. ACB દ્વારા અનેક વાર ટ્રેપ ગોઠવીને આવા અધિકારીઓને રંગેહાથ પકડવામાં આવી રહ્યા છે.

woman talati demands 1 lakh for farm electricity connection2 - Trishul News Gujarati acb

ત્યારે ફરી એક વખત એક મહિલા તલાટી અને તેનો સહયોગી 1 લાખ રૂપિયાની લંચ માંગતા ઝડપાયા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, એક અરજદારે ખેતરમાં વીજ કનેક્શન માટે અરજી કરી હતી, જે કામ કામે મહિલા તલાટીએ એક લાખની લાંચ માંગી હતી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતાબેન મોકમભાઈ પટેલ એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. તલાટીના સહયોગી ગાંધીનગર રહેતા હતા, અને તેમણે આંગડિયા દ્વારા રૂપિયા જમા કરાવ્યા હતા. ACB એ ટ્રેપ ગોઠવીને તલાટી નીતા અને તેના સહયોગી મહેશ અમૃતભાઈ આહજોલિયા ને રંગ્યા ઝડપી લીધા હતા.

woman talati demands 1 lakh for farm electricity connection3 - Trishul News Gujarati acb

રાજ્યમાં લાંચિયાઓને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ કામ કરતી હોય છે. તેમ છતાં લાંચિયાઓમાં કોઇ ફર્ક પડ્યો નથી. તાજેતરમાં એક વ્યક્તિએ ખેતરમાં વિજ કનેક્શન લેવાનું હોવાથી મહિલા તલાટી સમક્ષ અરજી કરી હતી. અરજી સંદર્ભે કાર્યવાહી કરવા માટે મહિલા તલાટીએ રૂ. 1 લાખ માંગ્યા હતા. વ્યક્તિ પૈસા આપવા ન ઇચ્છતા હોવાના કારણે તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. એસીબીની ટ્રેપમાં મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિ ઝડપાઇ ગયા છે.

સમગ્ર મામલ પ્રાપ્ત વિગતો અનુસાર, આ મામલે ફરિયાદીની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે ખેતીની જમીન આવેલી છે. જમીનની દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી આ ફરીયાદી સંભાળે છે.

woman talati demands 1 lakh for farm electricity connection1 - Trishul News Gujarati acb

ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ, ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવી હતી. જેમાં વિજ મીટરની જરૂરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરી હતી. જે કાર્યવાહી કરવાના અવેજ પેટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા રૂ. 1,00,000/-ની લાંચ માંગવામાં આવી હતી. તલાટી દ્વારા ફરિયાદીને લાંચની રકમ આંગડીયા મારફતે આપી દેવા જણાવ્યું હતું.

મહત્વનું છે કે, ફરિયાદી આ લાંચની રકમ તલાટીને આપવા ન માંગતો હોવાથી તેના દ્વારા પોતાની સમજ મુજબ એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ફરિયાદી દ્વારા એસીબીને સમગ્ર બાબત વિશે માહિતી આપી તલાટી વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી એસીબીની ટીમે ફરિયાદને આધારે આરોપી નં-(૧) નિતાબેન મોકમભાઇ પટેલ( તલાટી, નરખડી ગ્રામ પંચાયત, તા.નાંદોદ, જી.નર્મદા વર્ગ-૩) અને આરોપી નં-(2) મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા (ખાનગી વ્યક્તિ)ને પકડી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.જે અંતર્ગત ફરિયાદીએ તલાટી અને ખાનગી વ્યક્તિ સાથે ફોન પર હેતુલક્ષી વાતચીત કરી હતી.ત્યારબાદ ફરિયાદીએ સુરતથી આંગડીયા મારફતે લાંચની રકમ રૂ.1,00,000/- ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી ખાનગી વ્યક્તિએ તેઓના ઓળખીતા 2 વ્યક્તિઓ મારફતે સ્વીકારી હતી.આ સમય દરમિયાન એસીબીની ટીમની નજર તલાટી અને ખાનગી વ્યક્તિ પર હોવાથી તલાટીને નર્મદા ખાતેથી અને ખાનગી વ્યક્તિની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

ACB એ ટ્રેપ ગોઠવી, બંને આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ એસીબીએ નર્મદા જિલ્લાની મહિલા તલાટી નીતા પટેલ અને લાંચની રકમ સ્વીકારનારા તેના સહયોગી મહેશને, ખાનગી વ્યક્તિને એક લાખની લાંચ માંગવા અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી છે.

Related posts

સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના આટલા સભ્યો આપમાં જોડાયા….

Abhayam

Girnar Parikrama 2023 ગીરનાર લીલી પરીક્રમા જુઓ વિડિઓ

Vivek Radadiya

૪ વર્ષથી બંધ પડેલા ટાયર વગર ના સ્કૂટર નો મેમો મોકલ્યો વડોદરા ટ્રાફિક પોલીસે જાણો શું છે પૂરી ઘટના …

Abhayam