સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં SMC, સામાજિક સંસ્થાઓ ,અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે..
જન્મદિવસ નિમિત્તે લોકો મનોરંજન માટે ખર્ચ કરતા અચકાતા નથી ત્યારે કોરોના મહામારીમાં એક મહિલા દ્વારા જન્મદિવસ નિમિત્તે પ્રેરક પ્રસંગ બન્યો છે…
સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ પ્રેરિત કોરોના આઈસોલેશન સેન્ટરમાં ડિસ્ચાર્જ થતા દર્દીઓને રિમાબેન હર્ષદભાઈ કાછડિયા દ્વારા એમના 31માં જન્મદિવસ નિમિત્તે 50 બાફ મશીનનું વિતરણ કરાયું હતું વધુમાં રિમાબેન એ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે ધરગથુ ઉપચાર લોકો કરતાં થયા છે લોકો માસ્ક સેનેટાઈજીંગ ની સાથે સાથે હવે ધરના સભ્યો બાફ લઈ રહીયા છે.
જેનાથી શરદી ઉધરસ જેવા રોગ હોય તો દુર થઈ જાય છે માટે દર્દી અને એમના પરિવારમાં આવી જાગૃતિ આવે એ હેતુથી આઈસોલેશન વોર્ડમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને બાફ મશીનનું વિતરણ કરાયું હતું.