સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરી એકવાર ગાર્બેજ કલેકશન ની કામગીરી સામે લોકોનો રોષ જોવા મળ્યો છે. દૂધ ની ગાડી અનિયમિત આવતા ત્રાસેલા લોકોએ આજે વિરોધ દર્શાવીને રોડ પર કચરો ફેંક્યો છે.
ત્યારબાદ આજે આશીર્વાદ સોસાયટીમાં ગાર્બેજ કલેકશન ની નબળી કામગીરીથી ત્રાસેલા લોકોએ પણ રોડ પર કચરો નાખીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.
સોસાયટીના લોકોની ફરિયાદ છે કે આ અનિયમિતતા સામે અનેકવાર પાલિકા અને નગરસેવકોને ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં ફરિયાદનું નિરાકરણ આવતું નથી.
પાલિકા તંત્રને નગરસેવકોની આંખ ખુલે તે માટે તેઓએ જાહેર રસ્તા પર કચરો નાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે.
પાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી ગાર્બેજ કલેકશન ની ગાડી ની અનિયમીતતા સામે લોકોની ફરિયાદ વધી છે.
આ પહેલા પુણાની એક સોસાયટીએ ગાર્બેજ કલેકશન ની ગાડી નિયમિત ન આવતા જાહેર રોડ પર કચરો ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…