Abhayam News
AbhayamNews

ગુજરાતના NFSA કાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.૩૦/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી,

દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.૫૦/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું રૂ.૫૦/- પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે.

જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ૫વા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબઘ્ઘ છે. 


રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.૧૧/-કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. ૧૨૦/- કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં ફરી વેક્સિનેશન શરૂ થતાં લાઈનો લાગી…………

Abhayam

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા વસૂલવામાં કટકી કરતાં હોવાનો ધારાસભ્યનો આક્ષેપ…

Abhayam

SMC:-શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂપિયા આટલા કરોડના બજેટને મજુરી આપવામાં આવી છે.

Abhayam

Leave a Comment