Abhayam News
AbhayamNews

સુરત :- ભાજપના કોર્પોરેટરના ભત્રીજાના લગ્ન રાત્રી કર્ફ્યૂમાં પછી થયું કે …..

કોરોનાની બીજી લહેર ગુજરાતના લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે કારણ કે, બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર તો લોકોને દવા અને ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભા રહેવાનો પણ વારો આવ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા. હવે આ કેસમાં ઘટાડો થતાં કેટલાક પ્રતિબંધ હટાવવામાં આવ્યા છે પરંતુ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા 50 લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી છે. જો કોઈ જગ્યા પર લોકો નિયમોનો ભંગ કરીને વધારે સંખ્યામાં એકઠા થાય છે તો પોલીસ દ્વારા તેમની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવે છે.

તેથી કંટ્રોલરૂમે આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને માહિતી આપી હતી. તેથી પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ પાર્ટી પ્લોટમાં એક લગ્નની ગ્રહશાંતિની વિધિ ચાલી રહી હતી અને લોકોએ સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ કર્યો હતો.

theprint.in

આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ભાજપના મહિલા કોર્પોરેટરના ભત્રીજાના લગ્નની ગ્રહશાંતિ વિધિમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જાહેરનામાના ભંગ અને કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ વરરાજાના પિતા સામે ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. સુરત પોલીસ રાત્રી કર્ફ્યૂનું પાલન કરાવતી હતી તે સમયે પોલીસને કંટ્રોલરૂમમાંથી એક મેસેજ મળ્યો હતો કે, સુરતના અલથાણ વિસ્તારમાં સાંઈ કેજી બંગલોના પાર્ટી પ્લોટમાં ફંક્શન ચાલી રહ્યું છે અને તેમાં લોકો પણ એકઠા થયા છે.

ફંક્શનમાં નિયમોનો ભંગ થતા પોલીસ દ્વારા લગ્નનું આયોજન કરનારા સંજય મહાત્મા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય મહાત્માના દિકરાના લગ્ન પ્રસંગે વિધિ સમયે પોલીસ ત્રાટકી હતી. રેડ સમયે મહેમાનોએ માસ્ક પહેર્યા ન હોવાના કારણે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીજી મહત્ત્વની વાત છે કે, સંજય મહાત્મા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર મનીષા મહાત્માના દિયર થાય છે. આ ઉપરાંત સંજય મહાત્માના મોટાભાઈ મુકેશ પણ ભાજપ વોર્ડ નંબર 13ના પ્રમુખ છે. ભાજપના કોર્પોરેટરના ભત્રીજાની લગ્નની ગ્રહશાંતિ વિધિમાં નિયમોનો ભંગ થતાં પોલીસે કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે પ્રતિબંધોને લઈને કોર કમિટિની બેઠકમાં આ નિર્ણયો લીધા….

Abhayam

વેપાર ધંધા ખુલ્લા રાખવાનો સમય વધ્યો પણ રાત્રી કર્ફ્યૂમાં કોઈ ફેરફાર નહીં..

Abhayam

સુરતમાં AAPના કોર્પોરેટરે કરી દારુના અડ્ડા પર જનતા રેડ…

Abhayam