સુરત ડાયમંડ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. જેની સીધી અસર રત્નાકલાકારોની આર્થિક સ્થિતિ પર થઇ છે.
હાલ રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર
હાલ રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર સુરત હીરા ઉદ્યોગ પર થઇ છે. જેના પગલે હીરા ઉધોગમાં મંદીનો દૌર શરૂ થયો છે. રત્ના કલાકારોના કામના કલાકમાં ઘટાડો કર્યાં બાદ હવે તેમના પગારમાં પણ 30 ટકાનો ઘટાડો થયો છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનના મુજબ આર્થિક સંકડામણથી કંટાળીને છેલ્લા 4 મહિનામાં 3૦ ૨ત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં લાખો રત્નકલાકારોના આર્થિક સંકડામણમાં સપડાયા છે,
હીરાઉદ્યોગમાં કામદારોને મજૂર કાયદાનો કોઇ લાભ મળતો ન હોવાથી સુરત ડાયમંડ વર્કર યુનિયને ગુજરાત રત્ન કલાકાર બોર્ડ બનાવવા અને આર્થિક પેકેજની પણ માંગ કરી છે.
દિવાળી પહેલા સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ છવાયો છે. હીરા ઉદ્યોગમાં કામના કલાકોમાં ઘટાડો કરાયો છે. આ બાબતે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુંટે જણાવ્યું, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હીરાના યુનિટો વહેલા બંધ થાય કે રત્ન કલાકારોને છુટા કરાય તેવી કોઈ શક્યતાઓ નથી. જાડા હીરાનું કામ કરતા યુનિટોમાં કામના કલાકો ઘટાડાયા છે. ડાયમંડ નગરી સુરતમાં હીરા દલાલે ઉધારી પરત નહીં મળતા આપઘાત કર્યો હતો. હીરા દલાલ હીરા દલાલ સિટીલાઈટ વિસ્તારનો રહેવાસી છે. મહિધરપુરા હીરાબજારમાં આવેલી ઓફિસમાં એસિડ ગટગટાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…