Abhayam News
Abhayam News

સુરત :-પોલીસના માસ્ક વિનાના ફોટા BJPના પૂર્વ કોર્પોરેટરે કર્યા વાયરલ, કરી આ માગ..

કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. તેની સાથે મૃત્યુઆંકમાં વધારો થયો હતો પરંતુ, હવે ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યુ છે. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા લોકોને સંક્રમણ ફરીથી ન વધે એટલા માટે સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જે લોકો આ નિયમોનો ભંગ કરે છે તેમની પાસેથી પોલીસે અથવા તો મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે સુરતમાં જ ભાજપના એક નેતાએ લોકોને માસ્કના દંડમાંથી રાહત આપવા માટેની માગણી કરી છે. આ બાબતે ભાજપના નેતા દ્વારા માસ્ક વગર ફરતા કેટલાક પોલીસ જવાનોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે.

પૂર્વ કોર્પોરેટર રાજૂ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી હું પર્વત પાટિયા સારોલી બાજુ જોઉં છું કે, પોલીસ બેફામ રીતે દંડ લઈ રહી છે. સામાન્ય પ્રજા પાસે અત્યારે આવક નથી અને તેવા સમયે હજાર રૂપિયા જેવો મસમોટો દંડ માસ્કના નામે લેવામાં આવે છે. તે ખોટું થઈ રહ્યું છે. હવે જ્યારે સરકાર અને તેમના પ્રતિનિધિઓ કહી રહ્યા છે કે, સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તો માસ્કનો દંડ લેવાનું બંધ કરવું જોઈએ અથવા તો આ રકમ ઓછી કરવી જોઈએ. આ અંગે અમારા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલને પણ મૌખિક રજૂઆત કરી છે.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે કોરોનાનું સંક્રમણ ઘટતા લોકોને માસ્કના દંડમાંથી રાહત આપવામાં આવે તેવી માગણી કરી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ દ્વારા પર્વત પાટિયા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મી ખુદ માસ્કના નિયમોનું પાલન ન કરતા હોય તેવા ફોટા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અપલોડ કર્યા છે. જેમાં તેમણે સુરતમાં પર્વત પાટીયા વિસ્તારના મોડેલ ટાઉન પોલીસ ચોકી અને ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ પર આવેલી પોલીસ ચોકી પર પોલીસના જવાનો જ માસ્ક વગર ફરજ બજાવતા હોવાના ફોટા અપલોડ કર્યા છે. મહત્ત્વની વાત એ છે કે, સામાન્ય જનતાનું માસ્ક નાક પરથી જરા પણ નીચે ઊતર્યું હોય તો પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તેમને દંડ કરવામાં આવે છે પરંતુ, અહીં તો પોલીસ જવાનો જ માસ્ક પહેર્યા વગર ફરજ બજાવતા હતા. એટલા માટે ભાજપના પૂર્વ કોર્પોરેટરે પોલીસ કર્મચારીઓ સામે દંડાત્મક પગલાં લેવા માટે સૂચિત પોસ્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમદાવાદ : લાંચ લેવામાં ગૃહ વિભાગ અગ્રેસર, જાણો કયા કયા વિભાગમાં કેટલી ટ્રેપ થઈ….

Abhayam

૭૭ IPS ઓફીસર ની થઇ બદલી સુરત ના નવા કલેક્ટર કોણ છે જાણો ?..

Abhayam

અમદાવાદ : કોંગ્રેસમાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણનું નામ આવતા 11 કોર્પોરેટરના રાજીનામાં….

Abhayam

Leave a Comment