
અત્રે નોંધનીય છે કે સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો અને રાજકીય પક્ષો પણ આગળ આવ્યા છે જેમાં ભાજપ દ્વારા પણ એક 1000 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ આ સેવાયજ્ઞમાં જરા પણ પાછળ રહી નથી. આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો દ્વારા પણ કોરોનાની મહામારી માં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
સુરતની ઘણી બધી સામાજીક સંસ્થો દ્વારા ૩ દિવસ અગાઉ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં SMC, સામાજિક સંસ્થાઓ , વિસ્તારના કોર્પોરેટરો અને અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા હતા.

આવા સંજોગોમાં વિવિધ સંસ્થાઓ સેવા નામની એક સંયુક્ત સંસ્થાના બેનર તેમજ પોતાના સામાજિક સંસ્થાના નામ હેઠળ મહાનગરપાલિકાના વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ત્ત્રો શરુ થયા છે.

દરેક સંસ્થાના કાર્યકરો અને સંસ્થાના વિવિધ સ્વયંસેવકો અને વિવિધ દાતાઓના સાથ અને સહકારથી આ ભગીરથ કાર્ય ચાલુ થયેલ છે. આવા કપરા સંજોગોમાં જ્યાં પોતાના સ્વજનોને બેડની સુવિધા ના મળતી હોઈ, નાના અમથા ઘરમાં આઇસોલેશનની સુવિધા ના હોઈ અને આ સમયે આર્થિક રીતે પણ સક્ષમના હોઈ તેવા તમામ લોકો માટે આ સેન્ટરો આશીર્વાદ રૂપ સાબિત થયા છે.
