Abhayam News
AbhayamGujarat

વિસનગરમાં રૂ. 109 કરોડના ૮૫ વિકાસ પ્રકલ્પોની ભેટ

In Visanagar Rs. Gift of 85 development projects worth 109 crores

વિસનગરમાં રૂ. 109 કરોડના ૮૫ વિકાસ પ્રકલ્પોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી રૂ.109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે 16 જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્ત તુલા કરવામાં આવી હતી. તેમજ 4000થી વધું લોકો દાતાઓના વિવિધ દાનથી લાભાન્વિત થયા

મજબૂત પાયો નંખાયો જેના ફળ આજે મળી રહ્યા છે: CM 
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ-2080 ની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નંખાયો જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે વિસનગરમાં રૂ. 109 કરોડના ૮૫ વિકાસ પ્રકલ્પોની ભેટ

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. મુખ્યમંત્રીશ્રીએ આજના અવસરને “વિકાસ ઉત્સવ” ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને સો ટકા લક્ષપૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીએ ભાઈબીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું છે.

વિસનગરમાં રૂ. 109 કરોડના ૮૫ વિકાસ પ્રકલ્પોની ભેટ

જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે એકપણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસરત થવા તેમણે અનુરોધ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં ભારત દેશનું વિશ્વભરમાં ગૌરવ વધ્યું છે

ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ નાગરિકો પ્રતિબદ્ધ બને. મુખ્યમંત્રીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે રાષ્ટ્રચેતનાનો દિપક પ્રત્યેક નાગરિકના દિલમાં પ્રજવલિત થાય તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો. આઝાદી થી મળેલા સ્વરાજને હવે સુરાજ્યમાં પરિવર્તિત કરવાનું છે અને એ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કર્મમંત્ર સાથે  વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

62 એમ્બ્યુલન્સ      
આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદહસ્તે મહેસાણા જિલ્લામાં C.H.C., P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં નવીન 62 એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી હતી તથા  રૂ. 9.70 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 36.20 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં રૂ. 61.51 કરોડના કામોનું ભૂમિપૂજન અને રૂ. 1.63 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

ગર્ભાશયના મુખના કેન્સરની રસી અપાઈ
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા ખાતે કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રૂપિયા 4,51,500/- ના ખર્ચે 301 સગર્ભાઓને/ઓછા વજનવાળી હાઈરીસ્ક ANCને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલના પરિવારજનો, તેઓના વૈવાઈ હસમુખ પટેલ, જમાઈ ભૌમિક પટેલ તરફથી CSR ફંડમાંથી રૂ. 30 (ત્રીસ) લાખના ખર્ચે મહેસાણા જિલ્લામાં આરોગ્યલક્ષી સવલતો ઉભી કરાઈ છે. કાર્યક્રમમાં ઓ.એન.જી.સી, મહેસાણા એસેટ તરફથી CSR અંતર્ગત રૂ.17 કરોડના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ

Vivek Radadiya

ગુજરાતનું 1300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર! 

Vivek Radadiya

ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, PSI ફરાર…

Abhayam