Abhayam News
AbhayamNews

સુરત:-જાણો શું છે આ સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી, ડ્રો કરી અપાયો પ્રવેશ,

કોરોના વાયરસને કારણે સમયાંતરે લાગુ કરાયેલા પ્રતિબંધથી શિક્ષણક્ષેત્રે મોટો માર પડ્યો છે. શાળા કૉલેજમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ છે પણ ઓનલાઈન ક્લાસ ચાલું રહ્યા છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. એવામાં અનેક વાલીઓ એડમિશન માટે દોડધામ કરી રહ્યા છે. પણ સુરતની એક સરકારી શાળામાં એડમિશન માટે ડ્રો કરવો પડ્યો હતો. આ સ્કૂલમાં એડમિશન માટે વાલીઓ પડાપડી કરતા જોવા મળ્યા છે.

ગત વર્ષે કોરોના વાયરસને કારણે લોકોના વ્યાપાર-વ્યવસાયને માઠી અસર થતા વાલીઓ સંતાનો માટે સરકારી સ્કૂલ્સમાં એડમિશન માટે દોડ લગાવી રહ્યા છે. કોરોનાને કારણે અનેક વાલીઓની આર્થિક સ્થિતિ બગડી છે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે ખરા કે, સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓ લાઈનમાં ઊભા હોય? આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતા વાલીઓ ખાનગી સ્કૂલમાંથી સર્ટિફિકેટ કઢાવીને સુરતની સરકારી શાળામાં એડમિશન માટે લાઈન લગાવી રહ્યા છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. ઉતરાણ વિસ્તારમાં આવેલી શાળા નં. 334 અને 346 છેલ્લા ત્રણ વર્ષથી સારા અને ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને પોતાની તરફ ખેંચી રહી છે. એક જ ઈમારતમાં ચાલતી બે શિફ્ટની શાળામાં કુલ 1800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પણ 3500થી વધારે વિદ્યાર્થીઓ આવતા અહીં ડ્રો કરવો પડ્યો અને પછી પ્રવેશ અપાયો છે.

સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં આ વર્ષે એડમિશન માટે વિદ્યાર્થીઓએ લાંબી લાઈન લગાવી હતી. જોકે, કોરોના કાળમાં એડમિશન માટે પણ ઓનલાઈનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. ગુગલ ફોર્મ પરથી એડમિશન ફોર્મનું વિતરણ કરાયું હતું. આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતી અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી શિક્ષણ સમિતીમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. પાલિકા અને સરકાર તરફથી આપવામાં આવતી સુવિધા તથા સાધનનો ઉપયોગ કરી શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ એજ્યુકેશન આપી રહ્યા છે. શિક્ષણ સમિતીનું સ્તર સતત સુધરતું હોવાને કારણે લોકો પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી આ સ્કૂલમાં એડમિશન લેવડાવી લે છે. આચાર્ય ચેતન હિરપરા કહે છે કે, અમે વેકેશન પહેલા જ ગુગલ ફોર્મ મારફતે ફોર્મ મોકલી દીધા હતા. એક લીંકના માધ્યમથી લોકોએ ફોર્મ ભરી પરત મોકલી દીધા.કુલ 3500થી વધારે ફોર્મ મળ્યા છે. ખાનગી શાળા કરતા પણ શિક્ષણ સ્તર સારૂ હોવાથી વાલીઓ પોતાના બાળકને અહીં પ્રવેશ અપાવવા વધારે આગ્રહ રાખે છે.

શાળામાં રમતગમત માટે મોટું મેદાન છે. હાઈટેક શિક્ષણ આપવામાં આવે છે. સર્વાંગી વિકાસ માટે શિક્ષિત સ્ટાફ છે. પરંપરાગત રમતો પણ છે. જેમ કે, ભમરડા, લખોટી, લંગડી. કોમ્પ્યુટર અને મોબાઈલમાં પડ્યા રહેતા વિદ્યાર્થીઓ શારીરિક રમતથી દૂર થઈ રહ્યા છે. આ એમનામાં જીવંત રાખવા આવી રમત શીખવાડવામાં આવે છે. બાળકો અહીં ટીચર કે સર કહીને નહીં પણ દીદી અને ગુરૂજી કહીને સંબોધે છે. વર્ષમાં એક દિવસ કોઈનો પણ જન્મદિવસ હોય ત્યારે શાળામાં હવન થાય છે. જેમાં વાલીઓ પણ ભાગ લે છે. માતૃ-પિતૃ પૂજન અને દાદા દાદી પૂજન જેવા જુદા જુદા કાર્યક્રમ થાય છે. સુરત મહાનગર પાલિકા આ જ કોન્સેપ્ટ અન્ય શાળામાં લાગુ કરવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કર્મચારીઓને કરી ઓફર

Vivek Radadiya

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? 

Vivek Radadiya

નવા વર્ષનાં પહેલા જ દિવસે ઈસરોની સફળ ઊડાન

Vivek Radadiya

1 comment

Comments are closed.