સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ ગેસની અસર ના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ 5 બાળકો સહિત 10 લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થઈ હતી. સારવાર માટે તમામ ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
10થી વધુ લોકોને ગેસની અસર થઇ હતી. સૂત્રો અનુસાર અચાનક ગુગળાય બાદ ખાંસી અને ઊલટીની તકલીફ શરૂ થતા તમામને તાત્કાલિક સિવિલમાં લવાયા હતા. આ ગેસ કયો હતો જેની લોકોને અસર થઇ હતી તે હજુ સામે આવ્યું નથી. સદનસીબે તમામની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
ગત રોજ રાત્રીના સાડા દસ વાગ્યા ના સમય દરમ્યાન ઝૂંપડામાં સુતેલા 5 નાના બાળકો સહિત કુલ દસ લોકોને ગેસની અસર થઈ હતી.આ લોકોને ગળામાં બળતરા,ખાંસી,ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત ફાયર વિભાગ,જીપીસીબી,પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…