Abhayam News
AbhayamNews

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી DyCM મનીષ સીસોદીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા..

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે. જેને લઈને હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

સુરત એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ માનીશ સિસોદિયાએ કહ્યું છે કે, હું જ્યારથી ગુજરાતમાં આવી રહ્યો છું અને દરેક વખતે અનુભવી રહ્યો છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય બની રહી છે. સાથે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ખુબ જ વધી રહ્યો છે. આજે આગળની રણનીતિ શું હશે તેના પર ચર્ચા કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે, ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી આજે મહત્વની રણનીતિ બનાવી શકે છે. જયારે હવે સુરત આમ આદમી પાર્ટીમાં અનેક કાર્યકર્તાઓ જોડાઈ શકે છે અને મોટા પાટીદાર ઉધોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો છે.

 ગુજરાત અને વિશ્વભરમાં બેસહારા દીકરીઓના પપ્પાના નામે પ્રસિદ્ધ થયેલા મહેશ સવાણી ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે…

સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી હતી અને હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

મહેશ સવાણીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, હું સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ઘણા લોકોએ મને કહ્યું કે, તમારા પર રેડ પડશે, હેરાન કરશે. મારે સેવા કરવા બદલ જો જેલમાં જવું પડે તો પણ જવા તૈયાર છું. જયારે પણ સમાજનું કામ થતું હોય ત્યારે તેમાં રાજકરણ ન હોય પરંતુ અત્યારે સમાજના કામમાં રાજકારણ થાય છે. સાથે કહ્યું કે દિલ્હીની સરકારી સ્કુલ સુવિધાઓથી સજ્જ છે. કોરોના કાળમાં લોકો મદદ માગી રહ્યા હતા ત્યારે સરકારની જવાબદારી બને કે લોકોની સેવા કરે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પહેલાં સિસોદિયા અને સવાણી વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાએ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ પહેલાં સિસોદિયાએ કોર્પોરેશનના કોર્પોરેટરો તથા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. મહેશ સવાણી ઉપરાંત અન્ય સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આજથી DOMS IPO રોકાણ માટે ખુલ્યો

Vivek Radadiya

અમદાવાદ : કોંગ્રેસમાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણનું નામ આવતા 11 કોર્પોરેટરના રાજીનામાં….

Abhayam

બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો જથ્થો કર્યો જપ્ત

Vivek Radadiya