સુરત : ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવોર્ડ એનાયત કરાયોસુરત : સુરત : વાહનોમાંથી સામાનની ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી 75 ગુનાઓનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ તરખાટ મચાવનાર ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ભૂમિક મહત્વની રહી હતી.
વાહનોમાંથી સામાનની ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી 75 ગુનાઓનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ તરખાટ મચાવનાર ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ભૂમિક મહત્વની રહી હતી
સુરત : ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવોર્ડ એનાયત કરાયોસુરત :
પોલીસે આરોપી ઝડપી પાડવા સાથે ગુનાઓની સંખ્યા પર પણ નિયંત્રણ મેળવવામાં સફળતા હાંસલ કરી છે.ઝડપાયેલા ગુનેગાર પાસેથી ઘાતક હથિયાર પણ રિકવર કરવામાં આવ્યું હતું જે આધારે મોટા ગુનાને અંજામ અપાય તે પહેલા પોલીસે ગુનેગારોને ઝબ્બે કરી લીધા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી બદલ પોલીસની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રસંશા કરવામાં આવી હતી.
વૈભવી લાઇફ સ્ટાઇલ જીવવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારમાં 50થી વધુ કારના કાચ તોડી તેમાંથી મ્યુઝીક સીસ્ટમ, લેપટોપ સહિતની કીંમતી ચીજવસ્તુની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારો એવા જમીલ મોહમદ કુરેસી અને તેના પુત્ર સાહીલ કુરેસીને સુરત ક્રાઇમ બ્રાંચ તથા કરજણ પોલીસે ગત તા.૨ નવેમ્બરના રોજ ઝડપી પાડી 75 ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આરોપી પાસેથી એક લોડેડ રીવોલ્વર પણ કબ્જે કરવામાં આવી હતી. આ રિવોલ્વર તેમણે રાજકોટમાં એક કારને નિશાન બનાવી ત્યારે તેમાંથી ચોરી લીધી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી
આંતરરાજ્ય ગેંગના સાગરીતો વિરૂધ્ધ સુરત જિલ્લા ઉપરાંત, નવસારી, વલસાડ, મહેસાણામાં તેમજ મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં પણ ગુના નોંધાયા હતા. આ પ્રશંસનીય કામગીરી બદલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.એન ઝાલા, પીએસઆઇ દિગવિજયસિંહ રાઠોડ, એએસઆઇ ઉમેશભાઇ, હેડ કોન્સ્ટેબલ નિતેશભાઇ, હેડ કોન્સ્ટેબલ રાઘવભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇને રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા નવેમ્બર મહિનાની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પણ ક્રાઇમ બ્રાંચની આ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સતત સક્રિય રહેતી હોય છે.સુરત ક્રાઈમબ્રાન્ચની ટીમ મોટા મોટા કેસોની અંદર વર્ષો જુના આરોપીઓને પણ પકડવામાં સતત આગળ વધી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં સુરત પોલીસ કમિશનર તરફથી સાત પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. બે ડીસીપી અને એક એસીપી પણક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.