Abhayam News
AbhayamNews

સુરત:-એરપોર્ટ પર નોકરીની લાલચે 57 લોકોના રૂ.આટલા લાખ પડાવનાર ભેજાબાજ ઝડપાયો..

સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા અને જરીકામ કરતા યુવાનને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં નોકરીની લાલચ આપી રૂ.1.58 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભેજાબાજે કુલ 57 લોકો સાથે રૂ.35 લાખની ઠગાઇ કરી છે.

સુરત એરપોર્ટના મેઇન ઓફિસર મારા અંકલ છે

– કાર્ગોમાં વિશ્વાસુ માણસ જોઈએ છે કહી બેક ઓફિસમાં નોકરીના બહાને જરીકામ કરતા યુવાન સાથે ઠગાઈ થતા ફરીયાદ નોંધાવી હતી..

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રૂસ્તમપુરા રેશમવાડમાં રહેતા અને પિતાને જરીકામમાં મદદ કરતા 22 વર્ષીય કૌશલ ભગવાનદાસ રાણાને ઉધના દરવાજાની પાસપોર્ટ ઓફિસમાં ભેટી ગયેલા નવસારીના ભેજાબાજ જીતેન્દ્ર આર મયેકર ( રહે. એલ 3, અયોધ્યા નગર, વિજલપોર, નવસારી અને મૂળ રહે. મજુર મહાજન મંડળ, મહારાજા અગ્રેસન વાડી સામે, નવસારી ) એ પોતે સરકારી સંસ્થામાં પ્રમુખ-ઉપપ્રમુખ હોવા ઉપરાંત પોતાની બહુ ઓળખાણ છે

અને ઘણા યુવાનોને નોકરી અપાવી છે તેવી વાત કરી સુરત એરપોર્ટના મેઇન અધિકારી પોતાના અંકલ છે અને કાર્ગોમાં વિશ્વાસું માણસ જોઇએ છે કહી કૌશલને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં રૂ.35 હજારના પગારની નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસ પેટે રૂ.1.58 લાખ પડાવ્યા હતા. આ અંગે કૌશલે ગત ચોથીના રોજ જીતેન્દ્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી.

સલાબતપુરા પોલીસે ગતરોજ જમીનદલાલીનું કામ કરતા જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ રામ મયેકર ( હિન્દુ કોકણી ) ( ઉ.વ.38, રહે.ફલેટ નં.301, અમૃત રેસીડેન્સી, વેકેન્ઝા બંગ્લોઝની બાજુમાં, પીપલોદ, સુરત. તથા એલ-3, અયોધ્યાનગર-2, વિજલપોર રોડ, નવસારી તથા મજુર મહાજન મંડળ, મહારાની શાંતાદેવી રોડ, મહારાજ અગ્રસેન વાડીની સામે, નવસારી. મુળ રહે.રત્નાગીરી, તા.ભીવંડી. જી. કલ્યાણ ડોમ્ભીવલી, મહારાષ્ટ્ર ) ની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નોકરીની લાલચ આપી નવસારી અને મહારાષ્ટ્રમાં પણ ઠગાઇ આચરનાર જીતેન્દ્રએ કુલ 57 લોકો સાથે રૂ.35 લાખની ઠગાઇ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…


Related posts

 દારૂ ફ્રીઝરમાં ક્યારેય જામતું નથી કેમ આવું થાય છે?

Vivek Radadiya

Sensex જશે 1 લાખને પાર

Vivek Radadiya

ભાણેજે મામાનું 8 કરોડ રૂપિયાનું કરી નાંખ્યુ

Vivek Radadiya