Abhayam News
AbhayamNews

સુરત:-કોરોનાથી માતા-પિતા ગુમાવનાર આટલા બાળકોની આર્થિક સહાય માટે અરજી..

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના બીજા તબક્કાની લહેરમાં હજ્જારો નાગરિકોએ પોતાના આપ્તજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં સૌથી વધુ દયનીય હાલત ભુલકાઓની થવા પામી હતી જેઓના માતા – પિતાનું કોવિડ-19ના સંક્રમણને પગલે મોત નિપજ્યું હતું. આજીવન કારમા આઘાત સમાન આ વેદનામાંથી પસાર થઈ રહેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદના વ્યક્ત કરતાં બાલ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બાળકોને માસિક ચારથી છ હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સુરત શહેર – જિલ્લામાં અત્યાર સુધી 32 બાળકોના ફોર્મ જમા કરવામાં આવ્યા છે.

કોરોનાની મહામારીને પગલે અકાળે માતા – પિતાની છત્રછાયા ગુમાવીને નિરાધાર બનેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 1લી જુનથી શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત નિરાધાર બનેલા બાળકોને આધાર – શિક્ષણ, આરોગ્ય, ઉચ્ચાભ્યાસ, રોજગારી, તાલીમ અને વિદેશ અભ્યાસમાં આર્થિક સહાય અને લોન સુધીમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ બાલ સેવા યોજના માટે લાભાર્થી બાળકોએ કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટેલા પોતાના માતા – પિતાના મરણના દાખલ સાથે હાલ બાળક જેના આશ્રિત હોય તે સગા – સંબંધીના આધાર કાર્ડની નકલ સહિત બાળકના ઉંમર અને ભણતરના પુરાવાની નકલો સંલગ્ન કરવાની રહેશે. જેના થકી રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ પ્રત્યેક બાળકોને ચાર હજારથી માંડીને છ હજાર રૂપિયા સુધીની માસિક સહાય આપવામાં આવશે.

જિલ્લા કલેકટરના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી બાલ સેવા યોજનાના રજીસ્ટ્રેશનની કામગીરી એક જુનથી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કોવિડ-19માં માતા – પિતાના નિધન બાદ નિરાધાર બનેલા બાળકોની 32 અરજીઓ મળી ચુકી છે. જે પૈકી 18 વર્ષથી નીચેના આઠ બાળકો, 18 વર્ષથી ઉપરના છ બાળકોની અરજીઓ મળી છે. આ સિવાય 18 બાળકો એવા છે જેઓના માતા અથવા પિતાનું કોરોનાની મહામારીને પગલે નિધન થવા પામ્યું છે. અત્યાર સુધી આવેલ તમામ અરજીઓના ડેટા રાજ્ય સરકારની પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે અને વહેલી તકે આ ભુલકાઓને સહાય સાંપડે તે માટેની ગતિવિધિ પણ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બાલ સેવા યોજના સંદર્ભે વધુ માહિતી આપતાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જયેન્દ્ર સિંહ ઠાકોર દ્વારા જણાવાયું હતું કે, પાંચ દિવસમાં 32 લાભાર્થી બાળકોની અરજીઓ સાંપડી છે અને આગામી દિવસોમાં જેમ જેમ અરજીઓ આવશે તેમ તેમ તાત્કાલિક રાજ્ય સરકારના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર એક પણ બાળક આ યોજનાથી વંચિત ન રહે તે માટે પણ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ તત્પર છે. આ સિવાય જે બાળકોને અરજી સાથે જરૂરિયાત ડોક્યુમેન્ટ્સ માટે કોઈ સમસ્યા ઉદ્ભવશે તો તેના માટે પણ વિભાગ દ્વારા હરસંભવ સહાયના પ્રયાસો કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બોલર્સની એક ભૂલને કારણે લાગશે 5 રનની પેનલ્ટી

Vivek Radadiya

રોજ કેટલા પ્રમાણમાં દારૂનું સેવન કરવું સુરક્ષિત?

Vivek Radadiya

અયોધ્યા રામ મંદિરનું રેલવે સ્ટેશન હશે આટલું સુંદર

Vivek Radadiya