Abhayam News
AbhayamGujaratSurat

Surat: 75 દીકરીઓ માટે સવાણી પરિવાર દ્વારા સુરતમાં યોજાયો ખાસ સમૂહ લગ્નોત્સવ

Surat: A special mass wedding ceremony held in Surat by Savani family for 75 daughters

Surat: 75 દીકરીઓ માટે સવાણી પરિવાર દ્વારા સુરતમાં યોજાયો ખાસ સમૂહ લગ્નોત્સવ છેલ્લા 12 વર્ષથી ચાલતો સુરતમાં અનોખો લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો છે. સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓનો અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો

Surat: A special mass wedding ceremony held in Surat by Savani family for 75 daughters

છેલ્લા 12 વર્ષથી ચાલતો સુરતમાં અનોખો લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો છે. સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓનો અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો, માવતર નામની સંસ્થા દ્વારા મહેશ સવાણી દ્વારા ફરી એકવાર દીકરીઓના લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સીઆર પાટીલ સહિતના નેતાઓની હાજરી રહી હતી. ખાસ વાત છે કે, આ લગ્ન સમારોહની સાથે જ મહેશ સવાણી 4992 દીકરીઓના પિતા બન્યા છે.

Surat: 75 દીકરીઓ માટે સવાણી પરિવાર દ્વારા સુરતમાં યોજાયો ખાસ સમૂહ લગ્નોત્સવ

સુરતમાં ફરી એકવાર સવાણી પરિવાર દ્વારા એક અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. સુરતમાં પી.પી.સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો, આમાં માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સમૂહલગ્નોત્સવમાં સીઆર પાટીલ સહિત નેતાઓએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. 

Surat: A special mass wedding ceremony held in Surat by Savani family for 75 daughters

ઉલ્લેખનીય છે કે, પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘માવતર’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો, જેમાં 75 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યકમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે આ દીકરીઓને લગ્ન મંડપમાં કન્યાદાન પણ કરાયુ હતુ.

Surat: A special mass wedding ceremony held in Surat by Savani family for 75 daughters

આ લગ્ન સમારોહમાં એક દીકરીએ નેપાળ તો એકે ઓડિશામાં લગ્ન કર્યા છે. એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દાંમ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે. આ વર્ષે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા આ જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. આમાં બે દીકરીઓ તો મૂકબધિર છે. આ વર્ષે મહેશ સવાણી 4992 દીકરીના પિતા બન્યા છે. મહેશ સવાણી છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ એક પિતા તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હિમાચલ ફરવા જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર

Vivek Radadiya

deepfack ને લઈને zerodha ceo નીતિન કામતે આપી ચેતવણી

Vivek Radadiya

નલ સે જલ’ યોજનાના દાવા વચ્ચે બોરના પાણીથી ગુજરાતીઓ પડી રહ્યાં છે બીમાર, સાંધા-કિડની સહિતની બીમારીઓનો બની રહ્યાં છે ભોગ

Vivek Radadiya