Abhayam News
AbhayamNews

સુરત: સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઈકોસિસ થતાં હડકંપ,ચિંતાજનક…

રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો, સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોમાઈકોસિસ

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે પરતું હજુ પણ ત્રીજી લહેરની સંભાવના જોવાઈ રહી છે એવું મનાઈ રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો વધુ ભોગ બની શકે છે ત્યારે 3 વર્ષના બાળકમાં કોનાના વિના જ મ્યુકરમાઈકોસિસના લક્ષણ જોવા મળ્યા છે સુરતમાં સૌથી નાની ઉંમરના બાળક મ્યુકરમાઈકોસિસનો ભોગ બન્યો હોવાનુ સામે આવ્યું છે.

ડૉક્ટરોના  જણાવ્યા મુજબ 3 વર્ષના બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુકરમાઇકોસિસની સાથે સાથે કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકના આંખ, કાન અને દાંતના ડોક્ટરોને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહીં બાળકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને હાયર સેન્ટર પર રીફર કરવામાં પણ આવ્યો છે 

બાળક શંકાસ્પદ લક્ષણો જણાતા બાળકનું સિટી સ્કેન કરવામાં આવતા તેનામાં કોરોનાના લક્ષણો પણ જોવા મળ્યા હતા જો હાલ બાળકને સારવાર અર્થે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે. રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો છે. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે. 

કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  મહત્વનું છે કે બીજી લહેરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસના કેસમાં ભરમાર વધારો જોવા મળ્યો હતો જેમા અનેક લોકોને જીવ ગુમાવ્યા હતા અને મ્યુકોરમાઈકોસિસને કારણે અનેક લોકો પર સર્જરી પણ કરવામાં આવી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બોટાદની અઢી લાખની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ નું વળગ્યું ભૂત …

Deep Ranpariya

ડેપ્યુટી સીએમનું પદ કેટલુ મહત્વનું ?

Vivek Radadiya

દુબઈથી પોતાની સાથે કેટલું લાવી શકો

Vivek Radadiya