Abhayam News
AbhayamNews

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બર્થ-ડે નિમિત્તે બૉલીવુડે શુભેચ્છાની કરી વર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) તેમના 72માં જન્મદિવસના પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સે પણ શુભેચ્છા પાઠવી છે. ઘણા સ્ટાર્સે તેમના જન્મદિવસ પર તેમની સાથે લીધેલી તેમની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેયર કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઈ કાલે બર્થ-ડે નિમિત્તે બૉલીવુડે તેમના પર શુભેચ્છાનો વરસાદ કર્યો હતો. દેશની પ્રગતિ માટે તેમણે કરેલાં કામો અને તેમના વિઝનની સૌકોઈએ પ્રશંસા કરી છે. તેમણે વિશ્વસ્તરે દેશનું નામ ઉજાળ્યું છે. ચાલો જાણી લઈએ કઈ સેલિબ્રિટીએ તેમને શું શુભેચ્છા આપી છે

PM Modi to unveil 2 health initiatives in Haryana and Punjab today |  Business Standard News

તમારું વિઝન, તમારો ઉમળકો અને કામ કરવાની ક્ષમતાની સાથે જ ઘણીબધી વસ્તુઓ છે જે મને ખૂબ પ્રેરિત કરે છે. હૅપી બર્થ-ડે નરેન્દ્ર મોદીજી. તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને વધુ સફળતાદાયી વર્ષ મળે. 

અક્ષયકુમાર

બાળપણમાં રેલવે પ્લૅટફૉર્મ પર ચા વેચવાથી માંડીને આ ધરતી પરના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવાની તમારી જર્ની અદ્ભુત છે. તમારા દીર્ઘાયુની પ્રાર્થના કરીએ છીએ. તમે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ગાંધીની જેમ અમર રહેશો. તમારા વારસાને કોઈ ભૂંસી નહીં શકે. આ જ કારણ છે કે હું તમને અવતાર કહું છું. તમે અમારા નેતા બન્યા એથી અમે નસીબદાર છીએ.

From Akshay to Sunny Deol, Bollywood biggies congratulated PM Modi on his  birthday today

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પર રાજનીતિથી લઈને બોલિવૂડની હસ્તીઓ તેમને અભિનંદન આપી રહી છે. આ કલાકારોમાં અક્ષય કુમાર.

કંગના રનોટ
આખા દેશની તસવીર બદલનાર અદ્ભુત વ્યક્તિને હું બર્થ-ડેની શુભેચ્છા આપું છું. તમારી ગ્રેટ લીડરશિપ માટે આભાર. હૅપી બર્થ-ડે નરેન્દ્ર મોદીજી.

PM મોદી માણસ નહીં પણ અવતાર છે.... કંગનાએ કર્યા ભરપેટ વખાણ, તો વળી અક્ષય  કુમારે પણ કંઈક આવું લખીને આપી જન્મદિવસની શુભેચ્છાઓ - Lokpatrika

સંજય દત્ત
આપણા દેશ અને દેશના લોકો માટે તમે જે સમર્પણ આપ્યું છે એ અતિશય પ્રશંસનીય છે. તમારાં લક્ષ્યને પૂરાં કરવા માટે તમને સ્ટ્રેંગ્થ મળે અને તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે. એક દિવસની રજા લઈને તમારા બર્થ-ડેને સેલિબ્રેટ કરો સર. હૅપી બર્થ-ડે

Sanjay Dutt wishes the 'man who changed the outlook of our nation'


અજય દેવગન
અજય દેવગને પણ તેમને અભિનંદન પાઠવ્યા છે અને લખ્યું છે કે, ‘માનનીય નરેન્દ્ર મોદીજી, તમારું નેતૃત્વ મને પ્રેરણા આપે છે, તમારું સારું સ્વાસ્થ્ય અને આગામી વર્ષ માટે શુભેચ્છાઓ.’

Image

શાહરુખ ખાન
એક એવા વ્યક્તિ કે જેમણે આપણા દેશને વિશ્વસ્તરે ઓળખ અપાવી જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ તેમને જન્મદિનની શુભેચ્છા. અચ્છે દિનનું સૂત્ર આપનારા નરેન્દ્ર મોદીજી તમારા સ્વસ્થ જીવનની કામના કરુ છું.

ट्विटर पर पीएम मोदी ने सुपरस्टार शाहरूख खान को मात दी | PM Modi beats Shahrukh  Khan to become second most followed Indian on Twitter - Hindi Oneindia

અનિલ કપૂર
અનિલ કપૂર સિવાય અનુપમ ખેર, કંગના રનૌત, પરેશ રાવલ (Paresh Rawal), કિરણ ખેર અને અભિષેક બચ્ચન ઉપરાંત અન્ય ઘણા કલાકારોનો સમાવેશ થાય છે. ઘણા સ્ટાર્સે તેમના જન્મદિવસ પર તેમની સાથે લીધેલી તેમની તસવીર પણ શેયર કરી છે.

PM મોદીના 72માં જન્મદિવસ પર અક્ષય કુમારથી લઈને અનિલ કપૂરે પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું

પવન કલ્યાણ
સાઉથ અભિનેતા પવન કલ્યાણે ટ્વિટ કરીને લખ્યું કે #HappyBdayModiji ‘આદિ પરાશક્તિ’
આશીર્વાદ માનનીય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના 71 માં જન્મદિવસ પર લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ. મને હંમેશા લાગતું હતું કે આપણા રાષ્ટ્રને એક મજબૂત નેતાની જરૂર હતી ‘જે આપણા ભારતના સાંસ્કૃતિક લોકાચાર અને વિવિધતાને સમજે

કિરણ ખેર
બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરે પણ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આપણા માનનીય પીએમ નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉર્જા આપે. અમને તમારા પર ખૂબ ગર્વ છે સર. જય હિંદ.’

अनुपम खेर की सांसद पत्नी किरण खेर ने पोस्ट की भारतीय जवानों की फर्जी फोटो,  लोगों ने लगा दी क्लास | Jansatta

કરણ જોહર
ડિરેક્ટર કરણ જોહરે ટ્વીટ કરીને લખ્યું છે કે આપણા માનનીય વડાપ્રધાનને અભિનંદન. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, એક દેશ તરીકે અમને સૌથી મજબૂત હાથ આપવા બદલ આભાર, જે આપણને દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.

અનુપમ ખેર
અનુપમ ખેર પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રભુ તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. તમારી શપથની જવાબદારી નિભાવવા માટે બનતા પ્રયત્ન કરતા રહો. વર્ષો સુધી કરતા રહેશો. તમારા નેતૃત્વ માટે આભાર.

રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખે પણ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા, અમારા માનનીય પ્રધાનમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન આપને લાંબા આયુષ્ય, ખુશી અને આરોગ્ય પ્રદાન કરે. #HappyBirthdayModiji। “

સની દેઓલ
સની દેઓલે વિશ કરતા લખ્યું, ‘પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે સારા સ્વાસ્થ્ય અને આવનારા દરેક વર્ષની શુભેચ્છા.’

Image


અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, ‘માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા.’

પરેશ રાવલ
પરેશ રાવલે લખ્યું છે કે હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે તમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે. સર આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ


વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોયે લખ્યું છે કે ભારતની સંસ્કૃતિ અને ઇન્ડિયાની ટેકનોલોજીના સંગમથી હિન્દુસ્તાનને વિશ્વ ગુરુ બનાવનાર યુગપુરુષ માનનીય પ્રધાનમંત્રી @narendramodi ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને દીર્ઘાયુ આપે અને તમને હંમેશા સ્વસ્થ રાખે જય હિન્દ

મોહનલાલ
મોહનલાલે ટ્વિટ કર્યું, અમારા માનનીય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન તમને તમારી યાત્રા દરમિયાન સારા સ્વાસ્થ્ય, ખુશી અને સફળતાનો વરસાદ કરે.

Image

ઈશા કોપ્પીકર
લાલ કિલ્લાની સામે પીએમ મોદીની તસવીર શેર કરતા ઈશા કોપ્પીકરે ટ્વીટ કર્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ને જન્મદિવસની શુભકામનાઓ.

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના તમામ કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના આ ખાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે.સંસ્કૃતિ મંત્રાલય 17 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-ઓક્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને આપવામાં આવશે.

Related posts

IPL ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા

Vivek Radadiya

4.4 કરોડ લોકોએ ભારત-આફ્રિકા મેચ મોબાઈલ પર નિહાળી

Vivek Radadiya

જુઓ તસવીરો:-ગુજરાતનો આ જિલ્લો જળબંબાકાર, 4 કલાકમાં આટલા ઈંચ ખાબક્યો વરસાદ..

Abhayam