
અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે.
19 વર્ષનો યુવા બન્યો ધનવાન
તમને જાણીને આશ્ચર્ય થશે કે વોહરા માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દેશનો સૌથી અમીર યુવા ભારતીય બની ગયો છે. આ ઉપરાંત તે દેશનો પહેલો ટીનેજર છે જેની પાસે 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર કૈવલ્યા વોહરાએ 2020માં અદિત પાલીચા સાથે મળીને જેપ્ટોની સ્થાપના કરી હતી. છેલ્લા એક વર્ષમાં તેનું વેલ્યુએશન 50 ટકાથી વધુ ઉછળ્યું છે. કૈવલ્ય વોહરાને આનો સીધો લાભ મળ્યો છે. સાથે જ વોહરા ઉપરાંત 20 વર્ષની અદિતિ પાલીચાએ પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. રિપોર્ટમાં એ વાત તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે 10 વર્ષ પહેલા ‘રિચ લિસ્ટ’માં દેશના સૌથી નાની ઉંમરના અમીર 37 વર્ષના હતા.

દેશના યુવાનો સ્ટાર્ટઅપ્સની દુનિયામાં ઘણી ઝડપથી સફળતા મેળવી રહ્યા છે. ક્વિક ગ્રોસરી ડિલિવરી એપ ઝેપ્ટો (Zepto)ના ફાઉન્ડર કેવલ્ય વોરા (Kaivalya Vohra) દેશના સૌથી યુવાન અમીર બની ગયા છે. તેઓ દેશના પહેલા સૌથી યુવાન વ્યક્તિ છે,
જેમની સંપત્તિ 1,000 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ હજુ માત્ર 19 વર્ષના છે. આઈઆઈએફએલ વેલ્થ હુરુન રિપોર્ટ (IIFL Wealth Hurun India Rich List 2022)માં આ જાણકારી સામે આવી છે. આ લિસ્ટમાં આ વખતે ઘણા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સામેલ છે. કેવલ્ય વોરાની સાથે જ ફિઝિક્સવાલા (Physics Wallah)ના કો-ફાઉન્ડર અલખ પાંડે (Alakh Pandey)એ પણ આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. વોરા આ લિસ્ટમાં 1,036માં સ્થાન પર છે.

વર્ષ 2021 માં કૈવલ્ય અને આદિતે Zepto ની શરૂઆત કરી. આ કરિયાણાની ડિલીવરીની એપ છે. તેનો કોન્સેપ્ટ છે. ‘જેપ્ટોસેકેંડ’ એટલે એકદમ ઝડપી કરિયાણાનો સામાન ડિલીવર કરવો. 10 મિનિટમાં ગ્રોસરી ડિલીવરી પુરો ખેલ બદલી દીધો. Zepto એ નવેમ્બર 201 માં ફંડિંગ દ્રારા 486 કરોડ એકઠા કર્યા. તો બીજી તરફ ડિસેમ્બરમાં વધુ એક ફંડિંગ રાઉન્ડમાં 810 કરોડ રૂપિયા એકઠા કર્યા. આ વર્ષે મે સુધી કંપનીનું ઇવેલ્યૂએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ પ્રોડક્ટ ડિલીવર કરી રહી છે.
કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા IIFL Wealth Hurun India Rich List 2022 માં સામેલ થનાર સૌથી નાની ઉંમરના આંત્રેપેન્યોર્સ બની ગયા. 19 વર્ષની ઉંમરમાં, કૈવલ્યા સૌથી અમીર ભારતીયોની યાદીમાં સામેલ થનાર સૌથી નાની ઉંમરના યુવા બની ગયા છે. હુરૂન લિસ્ટમાં કૈવલ્ય 1,000 કરોડની સંપત્તિ સાથે 1036 મા સ્થાન પર છે તો બીજી તરફ 1,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આદિત પાલિચા આ લિસ્ટમાં 950 મા નંબર પર છે. કૈવલ્ય બેંગલોરમાં જન્યા ને પોતાની સ્કૂલનો અભ્યાસ દુબઇથી પુરો કર્યો. ત્યારબાદ તેમણે સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું પરંતુ 20220 માં પોતાના મિત્ર આદિત સાથે સ્ટાર્ટઅપ કરવા માટે કોલેજ છોડી દીધી.

લગભગ બે ગણી થઈ કંપનીની વેલ્યુએશન
મે મહિનામાં ઝેપ્ટોએ વાયસી કન્ટિન્યુટી ફંડના નેતૃત્વમાં એક ફંડિંગ રાઉન્ડથી 20 કરોડ ડોલર મેળવ્યા હતા. આ રોકાણ પછી સ્ટાર્ટ-અપની વેલ્યુએશન લગભગ બેગણી થઈને 90 કરોડ ડોલર સુધી પહોંચી
ગઈ. ગત વર્ષે ડિસેમ્બરમાં તેની વેલ્યુએશન 57 કરોડ ડોલર હતી. વોરાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્યુટર સાયન્સમાં ગ્રેજ્યએશન કર્યું છે. ઝેપ્ટો પહેલા તેમણે મે, 2020માં એક અન્ય ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ કિરાનાકાર્ટ (KiranaKart)ની સ્થાપના કરી હતી.