શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માર્કેટ ખુલતાની સાથે જ 15 મિનિટમાં રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
- શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ
- 15 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!
- શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ છે. નકારાત્મક વૈશ્વિક સંકેતો, તેલની વધતી કિંમતો, મધ્ય પૂર્વમાં તણાવને કારણે વિશ્વભરના શેરબજારો લાલનિશાન પર જોવા મળી રહ્યા છે એવામાં ભારતમાં પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે પણ તે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું.
15 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!
15 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!
આજે શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની નીચે આવી ગયો છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ શરૂઆતની 15 મિનિટમાં રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. જ્યારે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા ઘટાડાને કારણે રોકાણકારોનાં રૂ. 18.85 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે માર્કેટ ભાગ્યે જ કમબેક કરી શકશે.
અ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
અ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
સેન્સેક્સ શેરોમાં ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા છે. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ પણ નુકસાન સાથે ખુલ્યા હતા. બીજી તરફ એક્સિસ બેન્ક, એચસીએચએલ ટેક અને ઇન્ડસઇન્ડ બેન્ક ઉછાળા સાથે ખુલ્યા હતા.
16 વર્ષમાં સૌથી મોટો ઘટાડો
સાથે જ IT કંપની ટેક મહિન્દ્રાએ બુધવારે ક્વાર્ટર પરિણામ જાહેર કર્યું હતું જેમાં કંપનીના નફામાં 16 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફોઅ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
61.6 ટકા ઘટ્યો હતો, જે માર્ચ 2007 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. એમએમટીસીના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. જુબિલન્ટ ફૂડવર્કસના શેર પાંચ ટકા તૂટ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 39.5 ટકાનો ઘટાડો થયો છે. સોનાટા સોફ્ટવેરના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને રૂ. 124.2 કરોડ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…….