Abhayam News
Abhayam

TMKOCની સોનુ એટલે કે ઝિલ મહેતાએ સગાઈ કરી લીધી છે. 

Sonu aka Zil Mehta of TMKOC is engaged.

TMKOCની સોનુ એટલે કે ઝિલ મહેતાએ સગાઈ કરી લીધી છે.  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી ઝિલ મહેતા માટે નવું વર્ષ ખૂબ જ ખાસ હતું. અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને અલગ રીતે પ્રપોઝ કર્યું હતું જે બાદ ઝીલે તેને હા પાડી હતી. આ દરમિયાન ઝિલ એકદમ ભાવુક દેખાઈ રહી હતી. કપલનો આ ક્યૂટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Sonu aka Zil Mehta of TMKOC is engaged.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ઝિલ મહેતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે ઝિલના મિત્રો તેને ટેરેસ પર લઈ જાય છે, જ્યાં તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને પ્રપોઝ કર્યું હતું. ઝીલે પણ હા પાડી અને આદિત્યને ગળે લગાડ્યો. આ દરમિયાન તેના આંસુ પણ દેખાતા હતા. આ પછી કપલે મિત્રો સાથે પાર્ટી કરી અને નવા વર્ષની ઉજવણી કરી હતી. 

TMKOCની સોનુ એટલે કે ઝિલ મહેતાએ સગાઈ કરી લીધી છે. 

હાલ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ઝીલને અભિનંદન આપી રહ્યા છે. તારક મહેતામાં તેના કો-સ્ટાર એટલે કે ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધીએ પણ કોમેન્ટ કરી છે. સાથે જ ઝિલના ઘણા ચાહકોએ પણ કોમેન્ટ કરી છે. જણાવી દઈએ કે ઝિલ મહેતાએ TMKOC માં સોનાલિકા આત્મારામ ભીડે ઉર્ફે સોનુની ભૂમિકા ભજવી હતી. 

ઝીલે વર્ષ 2012માં શો છોડી દીધો હતો. ઝિલ પછી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી સહિત અન્ય ઘણા પાત્રોએ પણ શો છોડી દીધો. આ શોના મેકર્સ પણ ઘણા સમયથી વિવાદોમાં છે. હાલમાં, અભિનેત્રી પલક સિંધવાણી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકામાં જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

 

Related posts

આ છે ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન

Vivek Radadiya

સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં આવ્યો..

Abhayam

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ

Vivek Radadiya