ગઢડાના એસપી સ્વામીથી થયો અકસ્માત ગઢડાના એસપી સ્વામીને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસપી સ્વામીથી અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે એસજી હાઇવે ઉપર થલતેજ પાસે અકસ્માત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં કાર થલતેજના ટ્રાફિક પોલીસ બૂથમાં જ સીધી ઘુસી ગઈ હતી. કાર અથડાતાં ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતુ.

ગઢડાના એસપી સ્વામીને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસપી સ્વામીથી અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે એસજી હાઇવે ઉપર થલતેજ પાસે અકસ્માત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં કાર થલતેજના ટ્રાફિક પોલીસ બૂથમાં જ સીધી ઘુસી ગઈ હતી. કાર અથડાતાં ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતુ.
સરકારી મિલકતને નુકસાન કરવા બદલ ગુનો દાખલ
એસ.પી.સ્વામી બોટાદ જિલ્લાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન છે.તેઓ વહેલી સવારે અમદાવાદના એસજી હાઇવે પર કાર ચલાવીને જઇ રહ્યા હતા.તેઓ થલતેજ પાસેથી પસાર થતા હતા, ત્યારે અચાનક જ તેમની કાર ટ્રાફિક પોલીસ બૂથ સાથે અથડાઇ હતી. મળતી માહિતી પ્રમાણે એસ પી સ્વામી પૂરપાટ કાર ચલાવી રહ્યા હતા, અચાનક જ કાર ટ્રાફિક બુથ સાથે અથડાતા તે તૂટી પડ્યુ હતુ. જો કે સદનસબીબે આ ઘટનામાં કોઇપણ જાનહાની થઇ નથી. જો કે સ્પીડમાં કાર ચલાવવા અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો છે.
જમણી બાજુ ટર્ન લેતા જ કાર ટ્રાફિક બુથ સાથે ટકરાઇ
એસપી સ્વામી વારંવાર વિવાદોમાં આવતા હોય છે. એસપી સ્વામી ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે.જો કે દેવ પક્ષ સાથે નોકજોક રહેતી હોય છે. ત્યારે હવે તેઓ અકસ્માતને લઇને ચર્ચામાં આવ્યા છે. આજે સવારે 9.30થી 10 કલાકની આસપાસ એસજી હાઇવે પર ઇનોવા કાર લઇને પસાર થઇ રહ્યા હતા.તેઓ એકલા જ કાર ચલાવીને જઇ રહ્યા હતા. થલતેજ પાસે કાર પહોંચતા તેઓએ જમણી બાજુ ટર્ન લીધો હતો.જો કે કાર સ્પીડમાં હોવાથી કાર સીધી જ જમણી બાજુના ટ્રાફિક બુથ સાથે અથડાઇ હતી.
ગઢડાના એસપી સ્વામીથી થયો અકસ્માત
આ કાર એસપી સ્વામી ખુદ ચલાવી રહ્યા હતા. તેઓ થલતેજ તરફ જઇ રહ્યા હતા. મેટ્રોનો પિલર આવતો હતો, ત્યારે જમણી બાજુએ વળતા જ કાર ટ્રાફિક બુથ સાથે અથડાઇ ગઇ હતી. આ ઘટનામાં ટ્રાફિક બુથને નુકસાન થયુ હતુ. જેથી પોલીસે એસપી સ્વામી સામે ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે