Abhayam News
AbhayamNews

મોદી સરકારના આટલા ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસ, 90 ટકા છે કરોડપતિ..

મોદી સરકારના બીજા કાર્યકાળમાં બે વર્ષ પછી થયેલું પહેલું કેબિનેટ વિસ્તરણ સતત ચર્ચાનો વિષય બની રહ્યું છે. પસંદગીથી લઇ ચહેરાઓ સુધી કેબિનેટ ચર્ચામાં રહ્યું છે. ભલે મોદી કેબિનેટ વિસ્તરણ પછી 78 મંત્રીઓનું મંત્રિપરિષદ અત્યાર સુધીના સૌથી યુવા અને વધારે શિક્ષિત કહેવામાં આવી રહ્યું છે. પણ તેની સાથે જ આ કેબિનેટને લઇ અમુક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.

મોદી સરકારના 42 ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસ, 90 ટકા છે કરોડપતિઃ ADR રિપોર્ટ..

આ વખતે મોદી કેબિનેટમાં 42 ટકા મંત્રીઓ ક્રિમિનલ કેસ ધરાવનારા છે. જ્યારે 90 ટકા કરોડપતિ છે. આ ખુલાસો ADRની રિપોર્ટમાં થયો છે. બુધવારે મોદી કેબિનેટમાં 15 નવા મંત્રીઓ અને 28 રાજ્ય મંત્રીઓને શપથ લીધી. ત્યાર પછી મંત્રી પરિષદના અમુક સભ્યોની સંખ્યા 78 થઇ ગઇ.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ચૂંટણી સોગંધનામાનો હવાલો આપતા કહ્યું કે આ દરેક મંત્રીઓ માટે કરવામાં આવેલા વિશ્લેષણમાં 42 ટકા એટલે કે 33 મંત્રીઓએ પોતાની સામે ક્રિમિનલ કેસ થવાનો ઉલ્લેખ કર્યો છે.

રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી સાંસદ અને અલ્પસંખ્ય મામલાના રાજ્યમંત્રી બનાવવામાં આવેલા જોન બરલા પર 24 ગંભીર પ્રકારની ધારાઓવાળા 9 કેસ છે. જ્યારે 38 અન્ય કેસો નોંધાયેલા છે.

આમાંથી 31 ટકા એટલે રે 24 મંત્રીઓએ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ વગેરે સહિત ગંભીર ગુનાહિત કેસોની જાહેરાત કરી છે. આ મામલાઓમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.

તો ગૃહ રાજ્યમંત્રી બનેલા કૂચ બિહારના નિશિથ પ્રમાણિકે પોતાની સામે હત્યાથી જોડાયેલા કેસનો ઉલ્લેખ કર્યો છે. જેમાંથી 11 કેસો 21 ગંભીર પ્રકારની ધારાઓના છે. ખાસ વાત તો એ છે કે નિશિથ 35 વર્ષના મંત્રી પરિષદના સૌથી યુવા ચહેરા પણ છે.

જે 4 મંત્રીઓએ હત્યાના પ્રયાસથી જોડાયેલા કેસોનું એલાન કર્યું છએ. જેમાં જોન બારલા, નિશિથ પ્રામાણિક, પંકજ ચોધરી અને વી મુરલીધરન સામેલ છે.

મોદી કેબિનેટના 5 મંત્રીઓ પર સાંપ્રદાયિકતા ફેલાવવી અને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છે. જેમાં કૃષિ રાજ્ય મંત્રી  શોભા કરંદલાજે, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહ અને કોલસા મંત્રી પ્રહ્લાદ જોશી સામેલ છે.

મોદી કેબિનેટના કુલ 78 મંત્રીઓમાંથી 70 કરોડપતિ છે. જે કેબિનેટના 90 ટકા છે. જેમાંથી દરેક મંત્રીની સરેરાશ મિલકતની વાત કરીએ તો તે 16.24 કરોડ રૂપિયા છે.4 એવા મંત્રી પણ છે, જેમને 50 કરોડથી વધારે સંપત્તિનો ઉલ્લેખ એફિડેવિટમાં કર્યો છે. આ મંત્રી છે- જ્યોતિરાદિત્ય સિંધિયા, પીયૂષ ગોયલ, નારાયણ તાતુ રાણે અને રાજીવ ચંદ્રશેખર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ

Vivek Radadiya

સુપ્રીમ કોર્ટમાં :-ઓમિક્રોનના જોખમને પગલે 5 ચૂંટણી રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ અંગે અરજી દાખલ..

Abhayam

Citizenship Amendment Act Rules નિયમ-કાયદા બનાવવામાં વધુ વિલંબ 6 મહિનાનો માંગ્યો સમય…

Abhayam