શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે.
હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું આયોજન કરાયું છે.
સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ 21 જાન્યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે.
તારીખ 21 જાન્યુઆરી લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે 21 જાન્યુઆરીના દિવસે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે.
તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે.
જે મહાસભાનું આયોજન કરેલું છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલી છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.
પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ LeD સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ 7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…