Abhayam News
AbhayamNews

જુઓ:-વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આટલી તારીખે દેખાશે..

વર્ષ 2021નું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂનના દિવસે એટલે કે ગુરુવારે દેખાવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્ય ગ્રહણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દેખાવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ દિવસે શનિ જયંતિ પણ છે. આથી, આ વખતે સૂર્ય ગ્રહણ ઘણી બાબતોથી ખાસ છે. ભારતમાં આ સૂર્ય ગ્રહણ આંશિકરીતે દેખાશે. ભારતીય સમય અનુસાર, સૂર્ય ગ્રહણ બપોરે 1 વાગીને 42 મિનિટથી શરૂ થઈને 6 વાગીને 41 મિનિટે પૂર્ણ થશે. સૂર્ય ગ્રહણની અવધિ આશરે 5 કલાકની રહેશે. .

જ્યોતિષ અનુસાર, આ વખતે સૂર્ય ગ્રહણના દિવસે ઘણી વસ્તુઓ એક સાથે બનશે, જેનો પ્રભાવ તમારા જીનવ પર ઘણી રીતે પડશે. સૂર્ય ગ્રહણ માત્ર અરૂણાચલ પ્રદેશમાં જ દેખાશે. એવામાં ત્યાંના લોકોએ આ દરમિયાન શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આ વાત પર વિચાર કરવાની આવશ્યકતા છે. તો તમે પણ જાણી લો કે સૂર્ય ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ. આ સૂર્ય ગ્રહણ દરમિયાન અરૂણાચલ પ્રદેશના લોકોએ પોતાના ઈષ્ટ દેવનું ધ્યાન ધરવું. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા. સૂર્ય ગ્રહણ દરમિયાન જાપ અને હવન કરવાનું શુભ માનવામાં આવે છે.

આ સૂર્ય ગ્રહણ ઉત્તરી અમેરિકા, યુરોપ, એશિયા, એટલાન્ટિક મહાસાગરના ઉત્તરી ભાગમાં આંશિકરીતે દેખાશે જ્યારે ગ્રીનલેન્ડ, ઉત્તરી કેનેડા અને રશિયામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. ભારતમાં આ સૂર્ય ગ્રહણ માત્ર અરૂણાચલ પ્રદેશમાં જ દેખાશે. આથી, ત્યાંના લોકોએ સૂર્ય ગ્રહણ દરમિયાન સૂતક કાળ માનવાની જરૂર છે. આ ઉપરાંત, બાકીના ભારતના લોકો પર સૂર્ય ગ્રહણ દરમિયાન સૂતક કાળ માન્ય નહીં રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કેનેડાના નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી વિઝા સર્વિસ

Vivek Radadiya

કોંગ્રેસના મોટા નેતા કંઈ ઉકાળી શક્યા નથીઃ પાટીલ

Vivek Radadiya

કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક આપી છે

Vivek Radadiya