Abhayam News
AbhayamNews

જુઓ:-આ જીલ્લાના પોલીસની બિરદાવા લાયક કામગીરી..

ભારતમાંથી અનેક બાળકો ગુમ થાય છે. ત્યારે મહેસાણા જીલ્લાના છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલ બાળકો માંથી પોલીસે 65 બાળકો શોધી વધુ બાળકોને શોધવાની કામગીરી શરુ કરી છે. મહેસાણા જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા  ગુમ થયેલા બાળકોને શોધવા માટે સ્પેશ્યલ ટીમ તૈયાર કરવામાં આવી હતી.

જેમાં 65 બાળકોની શોધ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી મહેસાણા જિલ્લા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા એક થી 14 વર્ષના કુલ 7 બાળકો મળી આવ્યા છે. તેમજ 15 થી 18 વર્ષની 58 કિશોરી મળીને કુલ 65 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, આટલી નાની ઉંમરના બાળકો ગુમ થવાથી તેમના વાલીઓ ખૂબ ચિંતિત થતા હોય છે. પોલીસ આવામાં ગુમ બાળકોને ઝડપથી શોધી ગુમ બાળકોના વાલીઓની ચિંતા દુર કરવામાં સફળ રહી છે.

અત્યાર સુધીમાં મહેસાણા પોલીસને રાજસ્થાન, યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ બાળકોને શોધી કાઢવામાં સફળ રહી છે. સાથે સાથે અપહરણના ગુનામાં જોડાયેલા 70 જેટલા આરોપીની અલગ અલગ સમયે કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણ અંગે રિપોર્ટ શું કહે છે….

Abhayam

દેશનો દરેક વ્યક્તિ પરેડ જોવા માટે આવી શકે છે

Vivek Radadiya

નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક રાજ્યસભામાં નાબૂદ

Vivek Radadiya