જુલાઈ મહિનામાં જો તમારે બેંકનું કોઈ કામ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. જુલાઈમાં બેંક ચાર-પાંચ દિવસ નહીં, પરંતુ પંદર દિવસો સુધી બંધ રહેશે. એટલે કે 30માંથી માત્ર 15 દિવસ જ બેંકમાં કામકાજ થશે. જેથી આવી સ્થિતિમાં બેંકમાં જતા પહેલા રજાઓની યાદી ચેક કરી લેજો. RBI તરફથી બેન્કિંગ હોલીડેની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં રાજ્ય મુજબ બેંકની રજાઓ જોવા મળે છે.
4 જુલાઈ 2021 – રવિવાર
10 જુલાઈ 2021 – બીજો શનિવાર
11 જુલાઈ 2021 – રવિવાર
12 જુલાઈ 2021 – સોમવાર – કાંગ (રાજસ્થાન), રથ યાત્રા (ભુવનેશ્વર, ઈંફાલ,)
13 જુલાઈ 2021 – મંગળવાર – ભાનું જયંતિ (શહીદ દિવસ- જમ્મૂ કાશ્મીર, ભાનું જયંતિ– સિક્કિમ)
14 જુલાઈ 2021 – દ્રુકપા તશેચી (ગંગટોક)
16 જુલાઈ 2021- ગુરૂવાર – હારેલા પૂજા (દહેરાદુન)
17 જુલાઈ 2021 – ખારચી પુકજ (અગરતાલા, શિલંગ)
18 જુલાઈ 2021 – રવિવાર
19 જુલાઈ 2021 – ગુરુ રિમ્પોછેના થૂંગકર તેશેચુ (Guru Rimpoche’s Thungkar Tshechu) (ગંગટોક)
20 જુલાઈ 2021 – મંગળવાર – ઈદ અલ અધા (આખા દેશમાં)
21 જુલાઈ 2021 – બુધવાર – બકરીઈદ (આખા દેશમાં)
24 જુલાઈ 2021 – ચોથા શનિવારે
25 જુલાઈ 2021 – રવિવાર
31 જુલાઈ 2021- શનિવાર – કેર પૂજ (અગરતાલા)
2021ના જુલાઈ મહિનામાં બેંકના કર્મચારીઓને તહેવાર માટે 9 રજા મળશે. આ ઉપરાંત 6 રજા શનિવાર અને રવિવારની મળશે. કુલ 15 દિવસો રજા મળશે. નોંધનીય છે કે, 9 રજા રાજ્ય મુજબ હશે. બધી જગ્યાએ બેંક બંધ રહેશે નહીં. જે રાજ્યમાં રજા હશે માત્ર ત્યાંનું કામકાજ બંધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…