રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
કોડીનાર શિંગોડા નદીનો પટમાં માનવ મહેરામણ દ્રશ્યો કોડીનારમાં વર્ષો જૂનો વિજયાદશમી મહોત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો. જંગલેશ્વર મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળી દશેરાની સાંજે રાવણ દહન મેદાન ખાતે પહોંચી હતી. અહીં ભવ્ય આતશબાજી બાદ રાવણ દહન થયું.
જંગલેશ્વર મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા
કોડીનારમાં છેલ્લા 38 વર્ષથી વિજયા દશમી પર્વ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. કોડીનારમાં પ્રથમવાર 1982માં 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું જે એક રેકોર્ડ છે. આજે સૌરાષ્ટ્ર ખાતેનો સોથી મોટો 62 ફૂટ ઊંચા રાવણનું પૂતળું બનાવી ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. જે આ વર્ષે વિશેષ ધામધૂમ સાથે ઉજવાયો હતો.
ભગવાન રામચંદ્રજીની સવારી શોભા યાત્રા સ્વરૂપે નીકળી
કોડીનાર વિજયાદશમી મહોત્સવ સમિતિ દ્વારા વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મંગળવારે બપોરે 4 કલાકે જંગલેશ્વર મંદિર ખાતેથી વિવિધ ફ્લોટ્સ સાથે ભગવાન રામચંદ્રજીની સવારી શોભા યાત્રા સ્વરૂપે નીકળી હતી. આ શોભાયાત્રામાં પ્રભુ શ્રીરામજી, લક્ષમણજી, હનુમાનજી, ભોળાનાથ, રાણી લક્ષ્મીબાઈ સહિતનાં વિવિધ દેવી દેવતાના જીવંતપાત્રો અને ઢોલ ત્રાંસા અને ડી.જે.ના સથવારે શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરી સાંજે 6 : 30 વાગ્યે શિંગવડા નદીનાં પટાંગણમાં પોહચતા ત્યાં પોણા બે કલાક સુધી ભવ્ય આતશબાજી બાદ સાંજે 7 : 55 મિનિટ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
કોડીનાર શિંગોડા નદીનો પટમાં માનવ મહેરામણ દ્રશ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનારમાં છેલ્લા 38 વર્ષથી યોજાતા રાવણ દહન કાર્યક્રમમાં સમસ્ત હિન્દૂ-મુસ્લિમ સમાજ તથા વેપારી આલમમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમમાં વહીવટ તંત્ર તેમજ કોડીનાર પોલીસ સ્ટાફે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…