રામ મંદિર માટે 7 ધ્વજદંડ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યા શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે.22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતામા આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે

અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે.અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે.જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.
ધ્વજદંડ સહિત મંદિરનાં દરવાજાનો પણ સામાન મોકલી આપ્યો છેઃ ભરતભાઈ મેવાડા (ધ્વજદંડ બનાવનાર)
ધ્વજદંડ બનાવતી ફેક્ટરીના માલિક ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિરનો ધ્વજદંડ બનાવવાનો લાભ ત્યાંના આર્કિટેકને લીધે મળ્યો છે.મંદિરમાં ઝુમ્મર, દીવા લટકાવવાનું મટિરિયલ સહિતનું મેં સપ્લાય કર્યું છે.રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. અમારી આ ત્રીજી પેઢી છે, છેલ્લા 81 વર્ષથી અમે દેશ-વિદેશના ઘણા મંદિરો માટે ધ્વજદંડ બનાવ્યા છે. અમે ભગવાનને લગતુ સનાતન ધર્મને લગતું જ બધુ કામ કરી રહ્યા છીએ.

જેમાં પિત્તળનાં ધજા દંડ, કળશ અમારે ત્યાં બની રહ્યો છે. અયોધ્યાના શ્રી રામ મંદિરનો જે ધ્વજ દંડ બની રહ્યો છે. તે છ મહિનાં પહેલા ઓર્ડર મળ્યો હતો. અને અમે છ મહિનાનો સમય માંગ્યો હતો. ત્યારે અમે આ કામ શિડ્યુલ મુજબ કામ પૂર્ણ કરી શક્યા છીએ. અમારી પાસે રામ મંદિરનો જે ઓર્ડર છે તેમાં દરવાજાને લગતી તેનાં હેન્ડલ, લોકીંગ સિસ્ટમ મંદિર માટે ખૂબ જ અલગ અલગ આવે. અમે 42 દરવાજાનો સામાન મોકલી આપ્યો છે.
રામ મંદિર માટે 7 ધ્વજદંડ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યા
ધ્વજદંડનાં દર્શન કરી ધન્યતા અનુભવીઃ દર્શનાર્થી
આ બાબતે દર્શનાર્થી રીનાબેન સુથારે જણાવ્યું હતું કે, અહીંયા અમે ધ્વજદંજ દર્શન માટે આવેલા છીએ. ભરતભાઈ અમારા સમાજનાં અગ્રણી પ્રમુખ છે અને આજે અમે અને લ્હાવો લેવા માટે આવેલા છીએ. ત્યારે આજે અમે ધ્વજદંજનાં દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે