Abhayam News
Abhayam

ચંદ્રયાન-2 ફેલ થવાનું કારણ

ચંદ્રયાન-2 ફેલ થવાનું કારણ

ચંદ્રયાન-2 ફેલ થવાનું કારણ ISROનાં ચીફ એસ. સોમનાથને લઈને મીડિયા પાસે મોટી ખબર આવી છે.  આ ખબર દક્ષિણ ભારતનાં મીડિયા સંસ્થાનોમાં પ્રકાશિત થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈસરો પ્રમુખ Dr.S.Somnathએ પૂર્વ ઈસરો ચીફ K.Sivan પર એક આરોપ લગાડ્યો છે. સોમનાથે કહ્યું કે સિવને તેમના ઈસરો પ્રમુખ બનવાની પ્રક્રિયામાં વિઘ્ન ઊભા કર્યાં હતાં. સિવન નહોતા ઈચ્છતાં કે સોમનાથ ઈસરોનાં પ્રમુખ બને. આ આરોપ સોમનાથે પોતાના જીવન આધારિત પુસ્તર Nilavu Kudicha Simhangalમાં લખ્યો છે.

ચંદ્રયાન-2 ફેલ થવાનું કારણ

Reason for failure of Chandrayaan-2

સોમનાથે આ અંગે કરી સ્પષ્ટતા
આ વિષયે જ્યારે સોમનાથને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું કે,” દરેક વ્યક્તિને કોઈપણ સંસ્થાનમાં સૌથી ઉચ્ચ પદ પર પહોંચવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારોને પાર કરવું પડે છે. એવી જ સમસ્યાઓ તેમની પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું પણ છે. કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. એ કોઈ એક વ્યક્તિની વિરોધમાં નથી. કોઈપણ એક ઊંચા પદ માટે અનેક વ્યક્તિઓ લાયક હોય છે. હું બસ આ મુદા પર લખી રહ્યો હતો. મેં કોઈપર પણ વ્યક્તિગત ધોરણે નિશાન નથી સાધ્યું. “

ચંદ્રયાન-2 ફેલ થવા પર પણ કર્યો ખુલાસો
સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઊતાવળનાં ચક્કરમાં ફેલ થયું કારણકે તેને લઈને જેટલા ટેસ્ટ થવા જોઈતા હતાં તે નહોતા થયાં. તેમણે કહ્યું કે તેમનાં આ પુસ્તકમાં ચંદ્રયાન-2 ફેલ થવાના કારણો પણ લખેલા છે. ચંદ્રયાન-2નાં ફેલ થવાની ઘોષણાનાં સમયે જે ભૂલો થઈ હતી તે છુપાડવામાં આવી હતી. સોમનાથ એવું માને છે કે જે જેવી રીતે થઈ રહ્યું છે તેને તેવી જ રીતે દર્શાવવું જોઈએ. સત્ય લોકોની સામે આવવું જોઈએ. તેનાથી સંસ્થાનમાં પારદર્શિતા આવે છે. તેથી પુસ્તકમાં ચંદ્રયાન-2ની વિફળતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અંબાણી અને ટાટા પણ વેચવા લાગ્યા સસ્તી સરકારી દાળ

Vivek Radadiya

સુરતીઓ નવું લાવ્યા! સાયકલ.. સાયકલ મારી સોનાની સાયકલ.. ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને કર્યા અનોખા ગરબા

Vivek Radadiya

Prashant Jainના ફંડમાં સામેલ શેર્સનું લિસ્ટ જોઈ લો ફટાફટ, કમાણીના તગડા ચાન્સ સીધા હાથમાં આવી પડશે

Vivek Radadiya