મુંબઈથી લઈ રાયગઢ સુધી મહારાષ્ટ્રમાં વરસાદનો પ્રકોપ, ચિપલુન શહેર ડૂબ્યું, જુઓ PHOTOS…
મુંબઈ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ રાયગઢ જિલ્લાના મહાડ ગામમાં ભૂસ્ખલન થવાના કારણે 36 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 30 લોકો ફસાયેલા છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે ભૂસ્ખલનની ઘટનામાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કારણ કે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઉપરાંત સતારા માં પણ ભૂસ્ખલનના કારણે 12 લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.
આ વર્ષે દેશના અનેક હિસ્સાઓમાં ચોમાસું મોડું આવ્યું છે, પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યાં ભારે પડે છે. દેશના વિભિન્ન ભાગમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં વરસાદ ના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. રાજ્યના રત્નાગિરી જિલ્લાના ચિપલુન શહેર માં વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.
મહાડમાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 32 મૃતદેહો એક સ્થળેથી અને 4 મૃતદેહ અન્ય સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા છે. કુલ 36 મૃતદેહો મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, વધુ 35 લોકો ફસાયા હોવાની આશંકા છે. આ બંને સ્થળેથી 15 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
ચારે તરફ કાર, ઊંચી બિલ્ડિંગ અને ઘર નહીં પરંતુ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો ઉપરના ઘરોમાં શિફ્ટ થઈ રહ્યા છે અને ત્યાં ફસાઈ ગયા છે.
શહેરમાં પાણી ભરાવાના કારણે લોકો ત્યાંથી સુરક્ષિત બહાર આવવા માંગે છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માંગી છે. શહેરની જે તસવીરો અને વીડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે.
ભારે વરસાદના કારણે ચિપલુનમાં જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. રેલવે ટ્રેક સંપૂર્ણ પણે ડૂબી ગયો છે. સ્ટેશન પર લોકો ઊભા છે, ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ટ્રેક ડૂબી જવાના કારણે ટ્રેનનું સંચાલન ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.
બીજી તરફ, 18 જુલાઈએ મુંબઈના ચેમ્બૂરમાં ભૂસ્ખલન થયું હતું. પહાડનો હિસ્સો ઘસી પડવાના કારણે અનેક ઘર તેની ઝપટમાં આવી ગયા છે. અનેક ઘરોની દીવાલ પડી ગઈ છે. વરસાદના કહેરને જોતાં સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…