Abhayam News
AbhayamGujarat

સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડા

Raid on fake telephone exchange from Surat

સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડા દેશની સલામતી અને જોખમમાં મુકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નકલી ટેલિપોન એક્સચેન્જ પર ગુજરાત ATS  અને ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડ્યા હતા. દેશની સલામતીને જોખમમં મુકનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATS એ સીમ બોક્સની મદદથી ઈન્ટરનેસનલ કોલે લોકલ GSM  કોલમાં બદલતા હતા. ત્યારે પકડાયેલા બે આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરી તેઓની પાસેથી સીમ બોક્સ તથા 31 સીમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. 

સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડા

Raid on fake telephone exchange from Surat

પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી
સુરતમાંથી નકલી ટેલિફોએ એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  ત્યારે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ દ્વારા સીમ બોક્સની મદદથી ઈન્ટરનેશનલ કોલને લોકલ GSM કોલમાં બદલતા હતા. ત્યારે પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. 

અગાઉ પણ નકલી સિંચાઈ ઓફીસ તેમજ નકલી PMO અધિકારીઓ પકડાઈ ચૂક્યા છે
થોડા સમય અગાઉ જ ગુજરાતનાં બોડેલીમાં વહીવટી તંત્રની જાણ બહાર નકલી સિંચાઈ વિભાગની ઓફીસ બનાવી સિંચાઈનો પ્રોજેક્ટ મેળવી રૂા. 4.14 કરોડની ઉચાપત કર્યાનું પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ કરી ધરપકડ કરી હતી. ત્યારે આ પહેલા પણ વડોદરામાંથી નકલી PMO ઓફીસર તરીકે ઓળખાણ આપી લોકો સાથે છેંતરપીંડી આચરનારની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે ATS એ સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર

Vivek Radadiya

બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો જથ્થો કર્યો જપ્ત

Vivek Radadiya

OTP વગરજ ખાતામાંથી ઉપડી ગયા પૈસા

Vivek Radadiya