રેમન્ડ લિમિટેડના ચેરમેન ગૌતમનો સંપત્તીનો મામલો રેમન્ડ લિમિટેડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાથી જૂદી થયેલી પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ કથિત રીતે 1.4 બિલિયન ડોલરની સંપત્તિમાંથી 75 ટકા પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા અને નિસા માટે વળતર તરીકે માંગ્યા છે. સિંઘાનિયાએ 32 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પોતાના પાર્ટનરથી અલગ થવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે બંનેએ અલગ-અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે.
રેમન્ડ લિમિટેડના ચેરમેન ગૌતમનો સંપત્તીનો મામલો
માંગ સ્વીકારી લીધી પણ…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌતમ સિંઘાનિયાએ મોટાભાગે નવાઝ મોદી સિંઘાનિયાની માંગ સ્વીકારી લીધી છે. જો કે તે ફેમિલી ટ્રસ્ટ સ્થાપવા અને તે ટ્રસ્ટમાં કૌટુંબિક ટ્રાન્સફર કરવા અને પોતાને ટ્રસ્ટના એકમાત્ર મેનેજિંગ ટ્રસ્ટી બનાવવાનું સૂચન કર્યું છે.
સૂત્રોના હવાલાથી મળતી મુજબ છે કે સિંઘાનિયા ઈચ્છે છે કે તેમના પરિવારના સભ્યોને તેમના પછી સંપત્તિ વસીયત કરવાની મંજૂરી આપવામાં આવે પરંતુ નવાઝને આ સ્વીકાર્ય નહી લાગ્યું. ખેતાન એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર હરગ્રેવ ખેતાન અને મુંબઈ સ્થિત લૉ ફર્મ રશ્મી કાંતને અનુક્રમે ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના કાનૂની સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર અક્ષય ચુડાસમા સંભવિત સમાધાન અથવા પરસ્પર સ્વીકાર્ય પરિસ્થિતિ માટે દંપતી વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ બેસે
અન્ય એક સૂત્રએ જણાવ્યું કે ગૌતમ અને નવાઝ બંને પ્રાથમિકતાના ધોરણે તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન નવાઝ મોદીએ તેમના સાસરિયાઓ સાથે દિવાળીની પૂજા કરતા તેનો વીડિયો શેર કર્યો હતો.
તેણીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, આ સમય અને દરેક સમયે મારા સાસરિયાઓનો સતત સાથ, પ્રેમ, દયા અને મદદ મેળવીને ધન્ય છું. અહીં દિવાળી પર પૂજા કરવી અને પછી તેમના એપાર્ટમેન્ટમાં રાત્રિભોજન કરવું તે ખૂબ જ શુભ સમય છે.
નવાઝ મોદી દક્ષિણ મુંબઈમાં રહેતા એરોબિક્સ અને વેલનેસ નિષ્ણાત છે. તે બોડી આર્ટ ચલાવે છે, જે ફિટનેસ કેન્દ્રો ચલાવે છે અને રેમન્ડ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ બેસે છે. જેનો મુલ્ય આશરે રૂ. 11,875.42 કરોડ છે. નવાઝ મોદી પોતાની વ્યક્તિગત ક્ષમતામાં રેમન્ડના 2,500 શેર ધરાવે છે, જ્યારે ગૌતમ સિંઘાનિયા પાસે માત્ર 29 શેર છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……