Abhayam News
AbhayamGujarat

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા

Nephews withdrew Rs 5.71 crore from the bank by signing forged signatures

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા પૈસા માટે સંબંધોની પણ ઐસીતેસી કરી નાખતા લેભાગુઓ અચકાતા નથી. આવુ જ બન્યુ જામનગરમાં. યુ.કે.માં રહેતા ફઈબાની બનાવટી સહી કરી ભત્રીજાઓએ તેમના બેંક ખાતામાંથી 5.71 કરોડની રકમ ઉપાડી લીધી. NRI ફૈબા જ્યારે જામનગર આવ્યા ત્યારબાદ તેમણે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બંને ભત્રીજાઓની અટકાયત કરી છે.

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા

જામનગર દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49ના રહેવાસી અને હાલ યુ.કે. (યુનાઇટેડ કિંગડમ)માં સ્થાયી થયેલા દિવ્યાબેન વિપુલભાઈ વોરા (67 વર્ષ) કે જેઓએ તાજેતરમાં ભારત (જામનગર) આવ્યા પછી જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના જ બે ભત્રીજાઓ જામનગરમાં ખોડીયાર કોલોની નજીક વૃંદાવન સોસાયટી શેરી નંબર -2 માં રહેતા કુણાલ વિનોદ શાહ અને કેયુર વિનોદ શાહ સામે રૂપિયા 5 કરોડ 71 લાખ 02 હજાર 346ની છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી દિવ્યાબેન વોરા કે જેઓએ પોતાના બે ભત્રીજાઓ કુણાલ શાહ અને કેયુર શાહ પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો હતો અને 2018માં પોતાની રોકડ રકમને ભારતમાં રાખવા માટે અને પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટે બંને ભત્રીજાઓની મદદ લીધી હતી, અને બેંક ખાતુ ખોલાવ્યું હતું.

દિવ્યાબેને પોતાના ખાતામાં 11 કરોડ જેટલી રકમ કરાવી હતી જમા

તે દરમિયાન બંને ભત્રીજાઓએ દિવ્યાબેનના પુત્રનું નામ રાખવાના બદલે જોઈન્ટ એકાઉન્ટમાં પોતાનું નામ રાખીને જે તે વખતે જ છેતરપિંડી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, ત્યારબાદ દિવ્યાબેન દ્વારા પોતાના ખાતામાં અંદાજે 11કરોડ જેટલી રકમ ભારતીય બેંકના ખાતામાં જમા કરાવી હતી. જે પૈકી કટકે કટકે 5 કરોડ 71 લાખ 02 હજાર 346ની રકમ બંને ભાઈઓએ છેતરપિંડી પૂર્વક બનાવટી સહી કરીને ઉપાડી લીધી હતી.

કેનેડામાં રહેતા ભત્રીજાએ રકમની ઉચાપત કરી ડોલરમાં ટ્રાન્સફર કરાવી લીધી

જે રકમને કુણાલ શાહ કે જે કેનેડામાં રહે છે, અને ત્યાં કન્ટ્રક્શન નું કામ કરે છે, જેમાં રોકાણ કરવા માટે ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. દિવ્યાબેન ભારત આવ્યા ત્યારે તેઓના ખાતામાંથી આટલી રકમ ઉપડી ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં મામલો પોલીસમાં લઈ જવાયો હતો. જેથી સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાએ દિવ્યાબેન વોરા ની ફરિયાદ ના આધારે તેના બે ભત્રીજાઓ કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ સામે આઇપીસી કલમ 406, 420, 465, 467, 471 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને બંને ભાઈઓની અટકાયત કરી લઈ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જૈન સમાજમાં ભારે ચકચાર જાગી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મેચ બાદ વિરાટ કોહલીએ કેમ માંગી રવીન્દ્ર જાડેજાની માફી, K L રાહુલે સંભળાવી સેન્ચુરીની આખી કહાની

Vivek Radadiya

નવા અકસ્માત કાયદાનો ટ્રકચાલકો દ્વારા વિરોધ 

Vivek Radadiya

સુરતઃ-ગઠિયાઓએ રૂ.20 કરોડની આચરી છેતરપિંડી, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ…

Abhayam