બોર્ડની પરીક્ષા સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે તૈયારી તમે 12મા બોર્ડની પરીક્ષા સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં CUET UG માટે તૈયારી કરી શકો છો. CUET UG પરીક્ષા 15 થી 31 મે 2024 ના સમયગાળામાં લેવામાં આવશે. CUETની તૈયારી માટે તમારે કોઈ અલગથી બુક્સ વાંચવાની અને ભણવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ 12માના અભ્યાસક્રમમાંથી સારી રીતે અને શ્રેષ્ઠ તૈયારી કરી શકે છે.
બોર્ડની પરીક્ષા સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે તૈયારી
CUET UGની તૈયારી કરવા માટે તમારે કોઈ અલગથી બીજી બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. તમે તમારા 12મા અભ્યાસક્રમમાંથી જ CUET માટે તૈયારી કરી શકો છો. ચાલો જાણીએ કે વિદ્યાર્થીઓ એકસાથે બંને એક્ઝામની તૈયારી કંઈ રીતે કરી શકે છે.
એક્ઝામની તૈયારી કરવા માટેની ટીપ્સ
- 12મી પરીક્ષાની તૈયારી કરવા માટે ઉમેદવારોએ પહેલા CUET UG ની એક્ઝામની પેટર્ન સમજવી જોઈએ.
- આ પેટર્ન સમજવા માટે પાછલા વર્ષના પ્રશ્નપત્રો અને નમૂના પેપર સોલ્વ કરવા જોઈએ.
વર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફેબ્રુઆરીમાં શરૂ થશે. જો કે તમે આજથી જ આ પરીક્ષાની તૈયારી કરી શકો છો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ સાથે CUET UG માટે પણ તૈયારી કરી શકે છે.
- આ તમને પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે જાણવામાં મદદ કરશે. મુખ્યત્વે રિવિઝન વિષયોને સમજવા જોઈએ.
- એક્ઝામમાં વધારે ગુણ સાથે પૂછવામાં આવે તેવા વિષયોની યાદીનું લિસ્ટ બનાવવું.
- બોર્ડની પરીક્ષામાંથી ઘણી વખત પ્રશ્નો પૂછવામાં આવે છે. આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ વિષયોને પસંદ કરવા.
- તે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો જે બંને પરીક્ષાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે.
- એકસાથે 2 પરીક્ષાઓની તૈયારી કરવા માટે સારી અભ્યાસ યોજના બનાવવી.
- CUET પરીક્ષાની તૈયારી કરવા માટે દિવસમાંથી થોડો સમય કાઢવો. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી આખો દિવસ એક્ઝામની તૈયારી કરો.
એક્ઝામ આ દિવસે થશે શરૂ
CUET UG પરીક્ષા 15 થી 31 મે 2024 દરમિયાન લેવામાં આવશે. એક્ઝામને આડે હજુ ઘણો સમય બાકી છે. આવી પરિસ્થિતિને ધ્યાને લઈને તૈયારી કરવાનું ટાઈમ ટેબલ બનાવો. પ્રથમ તબક્કામાં મુખ્ય ધ્યાન ફક્ત બોર્ડની પરીક્ષાઓ પર રાખો. બોર્ડની પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી કર્યા પછી તે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો જે ફક્ત CUET પરીક્ષામાં પૂછવામાં આવે છે. તૈયારીના જુદા-જુદા તબક્કામાં રિવિઝન કરતા રહો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…