સોનાનો ભાવ વધતાં દાણચોરીની શકયતાઓ Ahmedabad Airport : રાજ્યમાં હાલ લગ્નની સિઝન વચ્ચે સોનાનો ભાવ પણ વધ્યો છે. આ દરમિયાન સોનાનો ભાવ વધતાં દાણચોરીની શકયતાઓને જોતાં એરપોર્ટ કસ્ટમ વિભાગ અને DRI સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર છે. નોંધનિય છે કે, હાલ માર્કેટ પ્રાઇઝ મુજબ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 63,500 નોંધાયો હતો. આ તરફ હવે લગ્નની સિઝન વચ્ચે ખાસ કરીને વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ અને એર ઇન્ટેલીજન્સના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
સોનાની દાણચોરી રોકવા તંત્ર એલર્ટ
મહત્વનું છે કે, સોનાના સતત ભાવ વધારાને કારણે દાણચોરી શક્યતાઓ પણ વધી છે. જેને લઈ હવે દાણચોરી રોકવા દુબઈથી આવતા પેસેન્જરો અને કેરિયરો પર DRI અને કસ્ટમના અધિકારીઓએ નજર રાખવાનુ શરૂ કરી દીધુ છે. હાલ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 63,500 છે જેની સરખામણીમાં દુબઈમાં 15 ટકા ઓછો ભાવ છે જેના કારણે પ્રોફિટ માર્જીન વધારે હોવાથી દાણચોરી વધુ થાય છે અને દાણચોરોની સિન્ડીકેટ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે.
અખાતી દેશમાંથી આવતા પેસેન્જરો પર ખાસ નજર
મહત્વનું છે કે, અખાતી દેશમાંથી આવતા પેસેન્જરો પર ખાસ નજર રાખવામા આવશે. આ તરફ દુબઈ ઉપરાતં મસ્કત, શારજાહ અને દોહાના પેસેન્જરો પર કસ્ટમ અને DRIના રડારમાં છે. મહત્વનું છે કે, દુબઇ ફરવા ગયેલા પેસેન્જરો પણ ગોલ્ડની ખરીદી કરતા હોય છે. આ તરફ કેરિયરો પણ ગોલ્ડ બિસ્કીટ અથવા તો ગોલ્ડ પેસ્ટ લઇને આવતા હોય છે. લિક્વીડ ફમમાં પણ ગોલ્ડની દાણચોરી થઈ રહી છે. જેને લઈ હવે તંત્ર એલર્ટ બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે