Abhayam News
AbhayamNews

સુરત મહાનગર પાલિકાની તિજોરી પર થઇ કોરોનાની અસર….

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે દેશના ઉદ્યોગ અને મોટી કંપનીઓ પર આર્થિક ફટકો પડયો છે. માત્ર પ્રાઇવેટ જ નહીં, પરંતુ સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોના કાળમાં મેડિકલ ખર્ચવધતા સુરત મહાનગર પાલિકાની (SMC) તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મહાનગર પાલિકા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી રહી છે.

કોરોનાના કારણે સુરત મહાનગર પાલિકા પર મેડિકલ ખર્ચનો વધારો થયો છે. કોરોના પાછળ કરોડો રૂપિયાના ખર્ચના કારણે મહાનગર પાલિકાની તિજોરી પર અસર પડી છે. બીજી બાજુ આ સમય દરમિયાન રેવેન્યુના અનેક સંસાધનો બંધ રહ્યા હતા. કોરોના કાળમાં તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડતાં હવે આર્થિક રીતે સબળ બનવા માટે પાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાનું બજેટ સાડા છ હજાર કરોડ છે. કોરોનામાં કરોડો રૂપિયાનો ખર્ચ મેડિકલ સંસાધનો પાછળ થયો છે.

બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જે કોરોના માટે આર્થિક ફંડ આપવાનું હતું, તે પણ હજી સુધી પૂર્ણ મળ્યું નથી. જેથી હવે પાલિકાએ પોતાના સંસાધનોમાંથી રેવેન્યુ જનરેટ કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે. પરેશ પટેલે જણાવ્યું હતું કે, કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકાને થતો હતો. તેના માટે પણ અમે વિચારી રહ્યા છે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે અમે ટેન્ડર બહાર પાડ્યું છે. હાલ એક કંપની સાથે કરાર થયો છે કે, તેઓ ભીનો કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરશે. આ કંપનીને અમે માત્ર મહાનગર પાલિકાની જમીન આપીશું, જેની પર તેઓ કચરો એસોટિંગ કરશે, ખાતર બનાવશે અને તેનું વેચાણ કરશે. ગાર્બેજ કલેક્શન માટે પાલિકા કંપનીને એક પણ રૂપિયો આપશે નહીં. અત્યાર સુધી અમે લિક્વિડ વેસ્ટ પર એક ટને 2000થી 2500 રૂપિયા કંપનીને આપતા હતા.

પરેશ પટેલે વધુ કહ્યું હતું કે, 1995થી સુરતના અમારા કોમર્શિયલ અને અન્ય પ્લોટનું વેચાણ થયું નથી. પાલિકા પાસે આવા 408 જેટલા પ્લોટ છે. અમે આ તમામ પ્લોટને સુરતની જનતાને ભાડેથી આપી રહ્યા છે. જેથી તેઓ આની પર બગીચા, રેસ્ટોરન્ટ અથવા તો પાર્કિંગ બનાવી શકશે. અત્યારસુધી 10થી 12 પ્લોટ આપી દેવામાં આવ્યા છે. છથી એક વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે અને અમને અત્યારે આવક થતી શરૂ થઈ છે, અમારું અનુમાન છે કે, વાર્ષિક 40થી 50 કરોડની આવક અમને આ પ્લોટ આપીને થશે.

આમ મહેશભાઈ સવાણીને શહેર બાદ ગામડે પણ જનસમર્થન મળી રહ્યું છે …

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

Abhayam

લાઇસન્સ વિના કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર સેનેટાઇઝર સહિતના કેમિકલયુક્ત લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ…

Abhayam

“ISRO ગગનયાન મિશનની નવી તારીખની ઘોષણા સોમનાથનું મોટું નિવેદન”

Vivek Radadiya

Leave a Comment