PM મોદીના YouTube પર 2 કરોડ સબ્સક્રાઇબર થયા યૂ ટ્યુબ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 કરોડ સબ્સક્રાઇબર થઇ ગયા છે. આ સાથે જ તે આ સિદ્ધિ મેળવનારા વિશ્વના સૌ પ્રથમ નેતા બની ગયા છે.
નરેન્દ્ર મોદીની ચેનલમાં સબ્સક્રાઇબરની સંખ્યા અને વીડિયો બન્નેની દ્રષ્ટિએ વૈશ્વિક નેતાઓને પણ પાછળ છોડી દીધા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની YouTube ચેનલ પ્રભાવશાળી 20 મિલિયન સબ્સક્રાઇબર (2 કરોડ) મેળવ્યા છે. આ સિદ્ધિ રાજકારણમાં ડિજિટલ પ્લેટફોર્મના પ્રભાવને બતાવે છે. જેમાં નેતાઓ નાગરિકો સાથે સીધી રીતે જોડાવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
PM મોદીના YouTube પર 2 કરોડ સબ્સક્રાઇબર થયા
પીએમ મોદીની ચેનલ 4.5 બિલિયન (450 કરોડ) વીડિયો વ્યૂઝ સાથે, યૂ ટ્યુબ સબ્સક્રાઇબર્સ, વીડિયો વ્યૂજ અને રાજકીય નેતાઓ દ્વારા યૂ ટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોની ગુણવત્તા મામલે સૌથી આગળ છે.
પીએમઓ ઇન્ડિયા (PMO India) યૂ ટ્યુબ ચેનલ પણ વ્યૂઝ અને સબ્સક્રાઇબર્સ મામલે ભારત અને વૈશ્વિક સ્તર પર રાજનેતાઓની યૂ ટ્યુબ ચેનલ કરતા ઘણુ આગળ નીકળી ગયુ છે. PMO India યૂ ટ્યુબ ચેનલ પર 1.96 મિલિયન સબ્સક્રાઇબર્સ છે.
યૂ ટ્યુબ પર પીએમ મોદીના 23 હજાર વીડિયો છે. આ સિવાય વડાપ્રધાન મોદી એક્સ, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ પર પણ ફોલોઅરની સંખ્યા ઘણી વધારે છે.
વિશ્વમાં YouTube પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાની વાત કરીએ તો પીએમ મોદી પછી બીજા નંબર પર બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સનોરા છે, જેમના માત્ર 64 લાખ સબ્સક્રાઇબર્સ છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી 1.1 મિલિયન સબ્સક્રાઇબર્સ ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે