PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેન અને રેલ્વે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ન આવે. તેમણે કહ્યું કે, “તમે 550 વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ.”
PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ
અહીં આવવાનું મન ન બનાવવું-PM મોદી
તેમણે કહ્યું કે,” દરેકને ઈચ્છા છે કે 22 જાન્યુઆરીનાં રોજ આયોજનમાં જોડાવા માટે તેઓ સ્વયં આયોધ્યા આવે પણ દરેકનું અહીં આવવું શક્ય નથી. તેથી તમામ રામભક્તોને મારો આગ્રહ છે કે 22 જાન્યુઆરીનાં એકવખત વિધિપૂર્વક કાર્યક્રમ થઈ જાય તે બાદ તમારી સુવિધા અનુસાર અયોધ્યા આવો અને 22 જાન્યુઆરીનાં અહીં આવવાનું મન ન બનાવો.”
ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી
પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનાં ઉપલક્ષે પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી. તેમણે કહ્યું કે,” આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણાં જીવનમાં આવી છે. આ ક્ષણ પર તમે સૌ 140 કરોડ દેશવાસીઓ 22 જાન્યુઆરીનાં પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી અને દિવાળી ઊજવવી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે