Patidar Samaj meeting on Morbi’s illegal toll road issue Morbi Fake Toll Plaza : મોરબી નકલી ટોલનાકામાં પાટીદાર આગેવાન જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે. આ દરમિયાન હવે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલ અને પાટીદાર આગેવાનોએ એક બેઠક બોલાવી છે. નકલી ટોલનાકા પ્રકરણમાં જેરામ પટેલના પુત્રનું નામ બહાર આવતા સમાજની બદનામી થઈ રહી છે. જેને લઈ હવે પાટીદાર આગેવાનોએ રવિવારે રાજકોટ ખાતે બેઠક બોલાવી છે. વિગતો મુજબ બેઠકમાં જેરામ પટેલના પુત્રના નામને લઈને સમાજની થઈ રહેલી બદનામી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જેરામ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે.
મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે પાટીદાર સમાજની બેઠક
શું છે સમગ્ર મામલો ?
મોરબીના વાંકાનેર પંથકમાં વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે.
ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.
બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે