Abhayam News
AbhayamNews

પાસના કન્વીનર અલ્પેશભાઈ કથીરીયાએ મહેશભાઈ સવાણી ની મુલાકાત લીધી….

હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશભાઈ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. એ દરમિયાન ગઈકાલે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યારે આજે મહેશભાઈ સવાણીના નબળા સ્વાસ્થ્યથી ચિંતિતિ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ઉપવાસ તોડી આહાર અથવા થોડું પ્રવાહી લેવા ખૂબ વિનંતી કરી છતાં મહેશભાઈ આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના પોતાના નિર્ણય પર અડગ છે.

બીજી તરફ પાટીદાર આંદોલન સમીતી ગુજરાત કન્વિનર અલ્પેશભાઈ કથીરીયા અને ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિકભાઈ માલવીયાએ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગઈકાલે મહેશભાઈ સવાણીનું રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. એ દરમિયાન શુગર લેવલ ઘટતું જણાતાં ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મહેશભાઈ સવાણી પ્રભારી, ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા 6 દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક મામલે વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીની વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર

Vivek Radadiya

દારૂ પીવાની છૂટ મળતા જ 107 લોકોએ રાતોરાત કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા

Vivek Radadiya

આ ભારતીય ક્રિકેટર છે સૌથી ગરીબ

Vivek Radadiya