Abhayam News
AbhayamNews

એરલાઈન કંપનીઓ ઓમિક્રોનના કારણે મુશ્કેલીમાં, પાંચ દિવસમાં 11500 ફ્લાઈટો રદ…

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પરનુ સંકટ વધી ગયુ છે.

આખી દુનિયાની એરલાઈનો પર હવે ઓમિક્રોનના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે.છેલ્લા પાંચ દિવસમાં દુનિયામાં 11500 ફ્લાઈટો ઓમિક્રોનની દહેશતના કારણે રદ કરવામાં આવી છે.

અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓમિક્રોનના કારણે સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધી રહી છે.વિવિધ દેશોમાં કોરોનાના કેસ ફરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે ત્યારે તકેદારીના ભાગરુપે ઘણા દેશો પોતાની ફ્લાઈટસ રદ કરી રહ્યા છે.

નવા વર્ષના ટાણે જ ફ્લાઈટો રદ કરવાના કારણે પર્યટકો અને એરલાઈન કંપનીઓ બંને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.છેલ્લા બે દિવસમાં જ 4100 ફ્લાઈટો રદ કરવામાં આવી છે.

આ પહેલા પણ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એરલાઈન કંપનીઓ નુકસાન ભોગવી ચુકી છે ત્યારે તેમને ઓમિક્રોનના કારણે વધુ એક ફટકો પડે તેમ લાગી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો સમગ્ર ઘટના:-ભાજપ -કોંગ્રેસના આઠ ઉમેદવારો સામે અમદાવાદમાં FIR કરવા આદેશ…

Abhayam

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો સરકારી ભરતીને લઇ મોટો નિર્ણય…..

Abhayam

સી.આર.પાટીલ મુશ્કેલીઓ વધી રેમડેસીવર ઇન્જેક્શન વિતરણ મુદ્દે હાઇકોર્ટે કહ્યું…..

Abhayam

Leave a Comment